26 December, 2022 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: શીઝાન ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
તુનિષા શર્મા (Tunisha Sharma) આત્મહત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. 24 ડિસેમ્બર 2022ના રોજ અભિનેત્રીએ તેના ટીવી શૉ `અલી બાબા દાસ્તાન-એ-કાબુલ` (Ali Baba: Dastaan-E-Kabu)ના સેટ પર આત્મહત્યા કરી હતી. તેના પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાન (Sheezan Mohammad Khan) પર તેને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને હવે તેણે તુનિષા આત્મહત્યા કેસમાં મોટું નિવેદન આપ્યું છે.
શીઝાને તુનિષાને લઈને મોટું નિવેદન આપ્યું
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી શીઝાન ખાને પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે, “આત્મહત્યાના થોડા દિવસો પહેલાં તુનિષા શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે શીઝાને તેને રોકી હતી અને તેનો બચાવ થયો હતો. શીઝાને આ અંગે તુનિષાની માતાને પણ જણાવ્યું હતું અને અભિનેત્રીનું ખાસ ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું.
તુનિષા આત્મહત્યાના એક દિવસ પહેલાથી કંઈ ખાતી ન હતી
એવું કહેવામાં આવી રહ્યું છે કે શીઝાને પોલીસને નિવેદન પણ આપ્યું છે કે આત્મહત્યાના એક દિવસ પહેલા તુનિષા કંઈ ખાતી ન હતી, જે દિવસે તુનિષાએ આત્મહત્યા કરી, તે દિવસે શીઝાને તેને ખવડાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ખાધું નહીં. આ પછી તેણે તુનિષાને કહ્યું હતું કે `તું પણ સેટ પર ચાલ’, ત્યારે તુનિષાએ તેને કહ્યું કે તે થોડા સમય પછી આવશે. પછી શીઝાન તેના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો અને તુનીષા પાછી ફરી નહીં.
આ પણ વાંચો: Tunisha Sharmaના મોત બાદ સેટ પર ભયનો માહોલ, લોકોની સુરક્ષાનું શું?
નિવેદન અનુસાર, જ્યારે તે ફરીથી તુનિષાને બોલાવવા ગયો તો રૂમનો દરવાજો બંધ હતો, જ્યારે તેણે અન્ય લોકોને દરવાજો તોડવા માટે બોલાવ્યા ત્યારે તેણે તુનિષાને લટકતી જોઈ. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.