midday

હાય હાય, અહીં ક્યાં પહોંચ્યા ચંપકકાકા, સોઢી જોઈને ડઘાયો

25 March, 2022 10:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોઢી પોતાના પુરુષ મંડળના બધા મિત્રો સામે બહાર જવાનો પ્રસ્તાવ રજૂ કરે છે પણ બધા તેને ના પાડી દે છે. તારક મેહતા અંજલિના ડરથી ના પાડે છે તો ડૉક્ટર હાથી પોતાનો એક પણ સમયનો ખોરાક મિસ કરવા નથી માગતા.
હાય હાય, અહીં ક્યાં પહોંચ્યા ચંપકકાકા, સોઢી જોઈને ડઘાયો

હાય હાય, અહીં ક્યાં પહોંચ્યા ચંપકકાકા, સોઢી જોઈને ડઘાયો

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં ચંપકલાલે આખરે નક્કી કરી લીધું છે કે તે પોતાના મિત્રો સાથે બનાવેલા પ્લાન પર ટકી રહેશે અને તેમની સાથે બહાર જશે. સામાન્ય વાત છે કે ચંપકલાલ અને તેમના મિત્રો પોતાની ઉંમરને ધ્યાનમાં રાખતાં તે પ્રકારની મોજ નહીં કરી શકે જેવી તે પોતાના યૌવનમાં કરતા હતા. તેમ છતાં મિત્રોના આગ્રહ કરવા પર અને પોતાના જૂના દિવસો યાદ કરવા ચંપક કાકા પોતાના મિત્રો સાથે પ્લાનમાં સામેલ થવાનો નિર્ણય લે છે. આ વાતથી ચિંતિત જેઠાલાલ તેના પ્લાનનો અસ્વીકાર ન કરે એટલા માટે જ તેઓ જેઠાલાલે આખો પ્લાન જણાવતા પણ નથી.

તો બીજી તરફ, રોશન અને ગોગી ઘરથી દૂર હોવાને કારણે સોઠીને પાર્ટી કરવાની ઇચ્છા થાય છે આથી તે એક સાથી શોધી રહ્યો છે. સોઢી પોતાના પુરુષ મંડળના બધા મિત્રો સામે બહાર જવાનો પ્રસ્તાવ રજૂ કરે છે પણ બધા તેને ના પાડી દે છે. તારક મેહતા અંજલિના ડરથી ના પાડે છે તો ડૉક્ટર હાથી પોતાનો એક પણ સમયનો ખોરાક મિસ કરવા નથી માગતા. સોનુ ઘરમાંથી બહાર હોવાને કારણે ભિડે માધવીને એકલો છોડવા નથી માગતો તો જેઠાલાલને પોપટલાલ ઘરે જમવાનું નોતરું છે. 

રોશન અને ગોગી એક બે દિવસમાં ઘરે પાછા આવી જશે અને સોઢીને પાર્ટી કરવાની આ તક ગુમાવવી નથી. એટલે જ તે પોતાના અન્ય મિત્રો સાથે પાર્ટી કરવા નીકળી પડે છે. ત્યારે જ ત્યાં ચંપકલાલ અને તેમના મિત્રોને જોતા તે ડઘાઈ જાય છે કારણકે તેણે સ્વપ્નેય આવું નહીં વિચાર્યું હોય કે ચંપકલાલે એવી જગ્યાએ જોશે. સોઢી વિચારમાં લાગી જાય છે કે તે આ વાત જેઠાલાલને કેવી રીતે જણાવશે. હવે આગળ શું થશે એ તો આગામી એપિસોડમાં જ જોવા મળશે.

television news taarak mehta ka ooltah chashmah indian television