30 July, 2020 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રોશન સિંહ સોઢી - તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.
ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : હવે 'તારક મહેતા...'શૉને અલવિદા કહીં શકે છે આ પાત્ર, જાણો કોણ છે?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા એપિસોડ્સ આવવના શરૂ થઈ ગયા છે. આ સીરિયલને હંમેશાં ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે. શૉને બધા એક્ટ્રસ પણ બહુ જ પંસદ કરવામાં આવે છે. ઘણા સમયથી જ આ સમાચાર ચર્ચામાં છે કે શૉમાં રોશન સિંહ સોઢીનો રોલ ભજવી રહેલો ગુરૂચરણ સિંહ સોઢી શૉ છોડી રહ્યો છે. જોકે પહેલા શૉના નિર્માતાઓએ આવા અહેવાલોને સંપૂર્ણપણે નકારી દીધો હતો.
આ પણ વાંચો : 'તારક મહેતા..' શૉના ફૅન્સને મોટો ઝટકો, આ એક્ટ્રેસ હવે શૉનો હિસ્સો નથી
હાલ મળેલા એક રિપોર્ટ અનુસાર ગુરૂચરણ સિંહ એટલે રોશન સિંહ સોઢીએ શૉ છોડી દીધો છે. એમણે લૉકડાઉન બાદ ફરીથી શૂટિંગ શરૂ પણ નથી કરી. તેઓ અત્યાર સુધી શૉમાં પણ નજર નથી આવ્યા. આ બધાની વચ્ચે એવા પણ સમાચાર છે કે શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલો એક્ટર બલવિન્દર સિંહ સુરીને સોઢીના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે.
બલવિન્દર સિંહ ફિલ્મ દિલ તો પાગલ હૈમાં નજર આવ્યા હતા. તે શાહરૂખ ખાનના દોસ્ત બન્યા હતા. જો મેકર્સ અને એમની વચ્ચે બધું સારૂ રહ્યુ તો તેઓ આ રોલ ભજવી શકે છે. જોકે હજી આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી. ઑફિશ્યિલી હજી કોઈપણ વાતની ઘોષણા કરવામાં નથી આવી.
28 જૂલાઈએ શૉએ 12 વર્ષ પૂરા કરી લીધા છે. ગુરૂચરણ સિંહ સોઢીએ આ અવસર પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. એમણે પોસ્ટ કરીને લખ્યું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 12 વર્ષ પૂરા થઈ ગયા છે. પૂરી ટીમને હાર્દિક શુભેચ્છા, કૅમેરાના આગળ અને કૅમેરાના પાછળ બધાને, ફૅન્સને આભાર. આ પોસ્ટ પર જેનિફર મિસ્ત્રીએ કમેન્ટ કરતા લખ્યું, અભિનંદન ગુરૂ.