06 December, 2022 07:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah) હંમેશા ઘણા કારણોસર સમાચારમાં રહે છે. તાજેતરમાં `મહેતા સાહેબ`નું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શૉમાંથી વિદાય લીધી હતી. છેલ્લાં કેટલાક વર્ષોમાં, શૉના ઘણા પાત્રો તેનાથી દૂર થયા છે અને `તારક મહેતા`ને અલવિદા કહી દીધું છે. આ જ ક્રમમાં હવે વધુ એક નામ જોડાઈ ગયું છે. ટપ્પુનું પાત્ર ભજવતા અભિનેતા ‘રાજ અનડકટે’ પણ શૉને અલવિદા કહી દીધું છે.
રાજ અનડકટે શૉ છોડી દીધો
ટપ્પુનું પાત્ર ઘણા સમયથી શૉમાંથી ગાયબ હતું. અગાઉ એવી એટકળો હતો કે રાજ અનડકટે શૉ છોડી દીધો છે, પરંતુ હવે અભિનેતાએ આ વાત પર પ્રકાશ પાઠર્યો છે અને મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે આ શૉનો ભાગ નથી અને હવે તે કમબેક કરશે નહીં. રાજે સોશિયલ મીડિયા પર શૉમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
રાજની ઇન્સ્ટા પોસ્ટ
રાજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, “સૌને નમસ્કાર, તમામ પ્રશ્નો અને અટકળોનો અંત લાવવાનો સમય આવી ગયો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ અને `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સાથેનું મારું જોડાણ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. શીખવાની, મિત્રો બનાવવાની અને મારી કારકિર્દીના કેટલાક શ્રેષ્ઠ વર્ષો વિતાવવાની આ એક અદ્ભુત સફર રહી છે. આ પ્રવાસમાં મને સાથ આપનાર દરેકનો હું આભાર માનું છું - સમગ્ર TMKOC ટીમ, મારા મિત્રો, પરિવાર અને અલબત્ત તમે બધા. દરેક વ્યક્તિ જેણે શૉમાં મારું સ્વાગત કર્યું અને મને પ્રેમ કર્યો તેમનો આભાર.”
આ પણ વાંચો: TMKOC: શું આ વખતે થશે પોપટલાલના લગ્ન? ભીડે માસ્ટર બનાવી શકે છે જોડી
`ટપ્પુ`ના પાત્રનો પણ માન્યો આભાર
તેણે આગળ લખ્યું છે કે, “‘ટપ્પુ’ મારા કામ પ્રત્યેના પ્રેમે હંમેશા મને મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપી છે. હું TMKOCની ટીમને શૉના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હું તમારા બધાના મનોરંજન માટે ખૂબ જ જલ્દી પાછો આવીશ. તમારો પ્રેમ અને સમર્થન વરસાવતા રહો.