midday

TMKOC બની ITA એવૉર્ડ્સ 2022ની સર્વશ્રેષ્ઠ લોકપ્રિય કૉમેડી સીરિયલ

11 March, 2022 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ જીત્યો સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર
તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા

નીલા ફિલ્મ પ્રૉડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રસ્તુત તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ 06 માર્ચ 2022ના થયેલા ITA અવૉર્ડ્સ 2022માં સર્વશ્રેષ્ઠ લોકપ્રિય કૉમેડી સીરિયલનો, તો જેઠાલાલની ભૂમિકા ભજવનારા દિલીપ જોશીએ સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર જીત્યો છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉના સર્જક અને નિર્માતા અસિત કુમાર મોદી છે. આ શૉ વિશ્વનો સૌથી લાંબા સમય સુધી ચાલનારો ડેઇલી કૉમેડી ટીવી શૉ છે, આના મોટાભાગના પાત્ર ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ પ્રસિદ્ધ છે. 2008માં પહેલીવાર પ્રસારિત આ શૉ પોતાના 14મા વર્ષમાં છે તો આ શૉના 3400 એપિસોડ પૂરા થયા છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉના સર્જક અને નિર્માતા અને નીલા ફિલ્મ પ્રૉડક્શન્સ પ્રા. લિમિટેડના સંસ્થાપક અને નિદેશક અસિત કુમાર મોદીએ કહ્યું કે, "કાલના એપિસોડની સાથે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા 3400 એપિસોડ્સ પૂરા કરી લીધા છે, આ માટે પુરસ્કાર અમારી માટે ખાસ છે. આ પુરસ્કાર માટે આથી બહેતર સમય નહીં હોઈ શકે નહીં. આ પુરસ્કાર માટે અમારા શૉને નામાંકિત કરવા માટે ITAનો આભાર માનું છું અને સાથે જ દિલીપ જોષીને તેમની જીત માટે વધામણી આપું છું. આ પુરસ્કાર શૉની લોકપ્રિયતાનું પ્રતીક છે અને દર્શકોના આ પ્રેમ અને સમર્થન માટે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું."

વર્ષની શરૂઆતમાં અમેઝૉન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપૉર્ટ પ્રમાણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને એમેઝૉનના ફાયર ટીવી ડિવાઇસ પર સૌથી વધારે શોધવામાં આવનારો ટીવી શૉ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 14 વર્ષોથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉએ પોતાના પ્રશાસકોમાં ફક્ત વધારો અનુભવાયો છે. આજે, શૉના પાત્રોમાં સોશિયલ મીડિયા પર વૉટ્સએપ સ્ટિકર તરીકે પણ લોકપ્રિય રીતે આદાન પ્રદાન કરવામાં આવે છે અને તેની સાથે આથી પ્રેરિત અનેક મીમ્સ પણ છે. શૉ એનિમેટેડ વર્ઝન તારક મેહતા છોટા ચશ્મા (TMKCC) પણ બાળકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

અસિત મોદી કહે છે કે, "બધા ભાગથી આ પ્રકારની અભૂતપૂર્વ પ્રશંસાને મેળવીને નીલા ફિલ્મ પ્રૉડક્શન્સ મનોરંજન જગતમાં નવી ઉંચાઈઓ સાથે પોતાનો વિસ્તાર કરી રહ્યો છે. તેની સાથે શૉના એનિમેટેડ વર્ઝન તારક મેહતા કા છોટા ચશ્મા લોકપ્રિય OTT પ્લેટફૉર્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. અમે વિવિધ માધ્યમે અમારી આઇપીને કેપિટલાઇઝ કરવા માગીએ છીએ. અમે ટૂંક સમયમાં જ બાળકો માટે મર્ચેન્ડાઇઝ અને મોબાઇલ ગેમ્સની એક વિશેષ શ્રેણી સહિત કેટલાક વધુ ઉપક્રમની જાહેરાત પણ કરશે."

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિવાય, નીલા ફિલ્મ પ્રૉડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ મરાઠીમાં ગોકુળધામચી દુનિયાદારી અને તેલુગુમાં તારક મામા અયો રામા પણ યૂટ્યૂબ પર સ્ટ્રીમ થાય છે.

television news indian television entertainment news taarak mehta ka ooltah chashmah