23 June, 2023 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુનમુન દત્તા
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીના રોલથી ફેમસ થનાર મુનમુન દત્તા નેપાલમાં ફરી રહી છે. તેણે ત્યાં પશુપતિનાથ મંદિર અને બૌદ્ધ સ્તૂપનાં પણ દર્શન કર્યાં છે. પોતાની ટૂરના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. થોડા દિવસો અગાઉ તે કાશ્મીર પણ ગઈ હતી. નેપાલની ટૂરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મુનમુને કૅપ્શન આપી હતી, ‘પશુપતિનાથ મંદિરની આધ્યાત્મિક તાકાત એટલી તો ચમત્કારિક, સ્ટ્રૉન્ગ અને પાવરફુલ છે કે અહીં ફરીથી મારી મમ્મી સાથે આવવા માટે આતુર છું. શું નેપાલમાં મને લોકો ઓળખી ગયા હતા? હા, કેટલાક સારા, ઉમળકાથી ભરેલા અને એક્સાઇટેડ ફૅન્સ મને કેટલાક ઠેકાણે ઓળખી ગયા હતા. જોકે મોટા ભાગે મારે મારો ચહેરો કવર રાખવો પડતો હતો જેથી હું ફરી શકું, મંદિરે દર્શન કરી શકું અને પ્રાર્થના કરી શકું. બીજી વખત હું જ્યારે આવીશ તો કાઠમાંડુમાં ફૅન્સને જરૂરથી મળીશ, કારણ કે હું તેમને બધાને ખૂબ પ્રેમ કરું છું. તેમનો ઉમળકો અને આગતા સ્વાગતા દિલને સ્પર્શી ગયાં. નેપાલને ભરપૂર પ્રેમ.’