TMKOC: જેનિફર મિસ્ત્રીએ કર્યો વધુ એક ખુલાસો: વર્ણવી સેટ પરની દુર્દશા

31 July, 2023 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી જેનિફરે આરોપ લગાવતા કહ્યું હતું કે, “શોની પ્રોડક્શન ટીમ દ્વારા ક્યારેય તેમના કોસ્ચ્યુમ ધોવામાં આવ્યા નથી. ઘણા કલાકારોને સતત 20 દિવસ સુધી ધોયા વગરના એક જ આઉટફિટ પહેરવાની ફરજ પડી હતી.

જેનિફર મિસ્ત્રી અને અસિત મોદી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`  લોકોને મનોરંજન કરાવતો ટીવી શો છે. આ શો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલો છે. તેના અનેક કલાકારોએ શો નિર્માતા ઉપર જાતજાતના આરોપ લગાવ્યા છે. શોના નિર્માતા અસિત મોદી (Asit Kumar Modi) પર શોના ઘણાં કલાકારોએ અનેક આરોપો લગાવ્યા છે. એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ પણ આસિત મોદી પર ઘણાં આરોપ મૂક્યા હતા. હવે તેણે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

શોમાં રોશન ભાભીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફરે આરોપ લગાવતા કહ્યું હતું કે, “શોની પ્રોડક્શન ટીમ દ્વારા ક્યારેય તેમના કોસ્ચ્યુમ ધોવામાં આવ્યા નથી. ઘણા કલાકારોને સતત 20 દિવસ સુધી ધોયા વગરના એક જ આઉટફિટ પહેરવાની ફરજ પડી હતી.

જેનિફરે એક ઇન્ટરવ્યૂમાં આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, “અમે આખો દિવસ એક જ આઉટફિટમાં શૂટિંગ કરતા હતા જેમાંથી ખરાબ દુર્ગંધ પણ આવતી હતી. અમારે એક જ કોસ્ચ્યુમ પહેરીને સતત 20 દિવસ સુધી શૂટિંગ કરવાની ફરજ પડી હતી. પ્રોડક્શન હાઉસના લોકો પણ આ અમારા આઉટફિટ્સ ધોતા નહોતા.

જોકે, તેણે આ બાબતે વધુ ખુલાસો કરતાં કહ્યું હતું કે, “કેટલાક પસંદગીના કલાકારોના જ કોસ્ચ્યુમ ટીમ દ્વારા ધોવામાં આવતા હતા. પરંતુ બાકીના કલાકારોને તેમનાં કપડાં થોડી વાર જ સુકવવા મળતા હતા.”

તે પોતાની વાત આગળ વધારતા કહે છે કે, “આવી સમસ્યાઓ તો ત્યાં ઘણી હતી. થોડા કલાકારોને મેક-અપ અને ટીશ્યુ આપવામાં આવતા હતા, જ્યારે બાકીના કલાકારોને ટુવાલ વડે પોતાના ચહેરા સાફ કરવા પડતા હતા.

આ સાથે જ જેનિફર મિસ્ત્રીએ શોની અંદર કામ કરતાં બાળ કલાકારોની વાત કરતાં જણાવ્યું હતું કે, “બાળ કલાકારોને સેટ પર ક્યારેય કોસ્ચ્યુમ આપવામાં આવ્યાં નહોતાં. તે સૌને પોતાનાં કપડાં જાતે જ અરેન્જ કરવા પડતાં હતા.”

માત્ર આઉટફિટ્સના ન ધોવાના મુદ્દે જ નહીં પરંતુ તેણે કહ્યું હતું કે, “અમારે સેટ પર ખોરાક અને પાણી માટે પણ ચિંતા કરવી પડી હતી. ઘણી વાર આ બેઝિક વસ્તુઓ માટે અમારે ઘણી રાહ જોવી પડતી હતી સાથે જ ઘણી વખત તો સેટ પર થોડી જ પાણીની બોટલો આવતી હોવાથી પાણીની બોટલ માટે ભીખ માગવી પડી હતી.  સેટ પર બિસ્કિટનું પેકેટ મેળવવું પણ ખૂબ મુશ્કેલ હતું. મેં મારી પોતાની એક્સેસરીઝ પહેરીને ઘણા એપિસોડ શૂટ કર્યા છે.”

સેટ પરની સ્વચ્છતા માટે જેનિફરે ઉમેર્યું હતું કે, “જ્યારે આખું વિશ્વ કોરોનાથી બચવા સાવચેતીના પગલાં ભરી રહ્યું હતું ત્યારે અમારા શોના સેટ પર કલાકારો માટે કોઈ સાવચેતી રાખવામાં આવી ન હતી. અમને જે વેનિટી વાન આપવામાં આવી હતી તેમાં વંદાઓ ફરતા હતા. અમે આ બધી જ બાબતો માટે ફરિયાદ કરતા હતા પણ અમારી આ વાત સાંભળે કોણ?

 

taarak mehta ka ooltah chashmah asit kumar modi television news indian television entertainment news