03 June, 2020 08:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાપુજી (અમિત ભટ્ટ)
મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે શૂટિંગ માટે ગાઇડ લાઇન્સ જાહેર કરી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે 10 વર્ષથી નાની ઉંમરનું બાળક અને 65 વર્ષથી વધારે ઉંમર ધરાવનાર વ્યક્તિને શૂટિંગ-લોકેશન પર દાખલ થવા ન દેવા. લાંબા સમયથી ચાલી રહેલા કોરોના વાઈરસના આતંક વચ્ચે સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. લોકોને પોતાના ઘરે જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા કારણથી ફિલ્મ અને ટીવી સીરિયલની શૂટિંગ બંધ હતી. પરંતુ હવે અનલૉક 1 બાદ નઝારો બદલાઈ ગયો છે.
આ લૉકડાઉનના કારણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શૂટિંગ ઘણા સમયથી બંધ હતી. પરંતુ શૉના ફૅન્સ માટે ગુડ ન્યૂઝ છે. શૉની શૂટિંગ ફરીથી શરૂ થવાની છે. ત્યારે જલદી જ બધી સીરિયલો સાથે આ કૉમેડી સીરિયલની શૂટિંગ પણ શરૂ થવા જઈ રહી છે. શૂટિંગ શરૂ કરવા પહેલા કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ સેટ પર પર નહીં જઈ શકે. પરંતુ આ નિયમ બાદ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાપુજીને શૂટિંગ સેટ પર આવવાની છૂટ છે.
આ પણ વાંચો : Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે
નવા નિયમ અનુસાર જ્યાં 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષની ઉંમરથી વધારે મોટા લોકોને સેટ પર આવવાની અનુમતિ નથી. આ નિયમ કોવિડ 19ના કારણે આવેલી મુસીબત જ્યા સુધી પૂરી નથી થતી ત્યા સુધી લાગુ રહેશે. આ નિયમ બાદથી એ ટીવી શૉઝને લઈને સવાલ સામે આવી રહ્યા છે જેની સ્ટોરીમાં બાળખો અને વૃદ્ધની મહત્વની ભૂમિકા છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર આ નવા નિયમનો કોઈ અસર નહીં પડે.
તમને જણાવી દઈએ કે તારક મહેતા શૉના તમારા બધાના પ્રિય ચંપકલાલ જંયતિલાલ ગડા(બાપુજી)નો રોલ ભજવનારા અભિનેતા અમિત ભટ્ટ તમને આ શૉમાં કોઈ પણ અવરોધ વિના જોવા મળશે. કારણકે 65 ઉંમરનું પાત્ર ભજવનાર અમિતલ ભટ્ટ વાસ્તવિક જીવનમાં ફક્ત 47 વર્ષના છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિત ભટ્ટ રિયલ લાઈફમાં તે પોતાનો પુત્ર રીલ લાઈફ જેઠાલાલ એટલે દિલીપ જોશી કરતા પણ નાના છે.
તો હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફૅન્સને કોઈ પણ પાત્ર મિસ કર્યા વિના જલ્દી જ તેમનો પ્રિય શૉ જોવા મળી શકે છે.