‘હમ રહેં ના રહેં હમ’ માટે અવાજ આપ્યો ટીના દત્તાએ

23 May, 2023 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે આ શોમાં સુરીલીનું પાત્ર ભજવી રહી છે

ટીના દત્તા

ટીના દત્તાએ તેની સિરિયલ ‘હમ રહેં ના રહેં હમ’ના એક દૃશ્ય માટે પોતાનો અવાજ આપ્યો છે. તે આ શોમાં સુરીલીનું પાત્ર ભજવી રહી છે. આ શોના એક દૃશ્ય માટે તેણે અવાજ આપ્યો હતો. આ વિશે વાત કરતાં ટીના દત્તાએ કહ્યું કે ‘મારા માટે આ એક ખૂબ જ ચૅલેન્જિંગ ટાસ્ક હતો, કારણ કે મારે એક જ સમયે ઘણાં ઇમોશન્સ દેખાડવાનાં હતાં. હું મદદ પણ માગી રહી હતી અને સાથે રડી પણ રહી હતી. આ સાથે જ શિવેન્દ્રની કન્ડિશનને લઈને ચિંતિત પણ હતી. તેને જાગતો રાખવા માટે મારી પાસે ગીત ગાવું એ એક જ ઑપ્શન હતો. મારા અવાજમાં એકસાથે ત્રણ-ચાર ઇમોશન્સ દેખાડવાનું ખૂબ જ ચૅલેન્જિંગ હતું. ઍક્ટ્રેસ તરીકે મારા માટે એ ખૂબ જ અનોખું કામ હતું. મ્યુઝિકમાં એક પાવર છે. લાઇટ ટ્યુન તમને હૅપી બનાવી શકે છે અને સૅડ ટ્યુન તમને દુખી કરી શકે છે.’

entertainment news tina dutta television news indian television