25 May, 2020 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર રાજદા
લૉકડાઉનમાં રામાનંદ સાગરની રામાયણ સીરિયલે ઘણી લોકપ્રિયતા મેળવી છે. એની સાથે જ શૉના બધા પાત્રો પણ ઘણી ચર્ચાનો વિષય બની ગયા છે. રામનો રોલ ભજવનારા અરૂણ ગોવિલ, સીતા ઉર્ફે દીપિકા ચિખલિયા, લક્ષ્મણના રોલમાં સુનીલ લહરી પણ ફરી એક વાર ફૅમસ થઈ ગયા છે. આ પાત્રો સિવાય એક રોલ એવો પણ છે જેમણે રામાયણમાં રામ ભગવાનના નાના ભાઈ શત્રુઘ્નનો રોલ ભજવ્યો હતો. આ એક્ટરનું નામ સમીર રાજદા છે.
સમીર રાજદા ગુજરાતી ફિલ્મોનું એક જાણીતું નામ છે. પરંતુ આની પહેલા એમણે રામાનંદ સાગરની સીરિયલમાં શત્રુઘ્નનો રોલ ભજવ્યો હતો. એક ભાઈની ભૂમિકામાં એમણે સટીક ભાવ સાથે અભિનય કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.
એમના આ રોલને લોકોએ રામ, લક્ષ્મણ, સીતા અને ભરત જેટલી જ પ્રશંસા કરી હતી. બાદ શત્રુઘ્ન લવ-કુશના જીવન આધારિત ઉત્તર રામાયણમાં પણ જોવા મળ્યા હતા.
રામાયણ અને લવ કુશમાં તેમની કુશળ અભિનયથી લોકોનું દિલ જીતી લીધા પછી તેઓ બીઆર ચોપડાની સીરિયલ મહાભારતમાં પણ જોવા મળ્યા હતા. આમાં સમીર રાજદાએ રાજા વિરાટના પુત્ર ઉત્તરની ભૂમિકા ભજવી હતી.
વિરાટ અને ઉત્તર બન્ને પિતા-પુત્ર મહાભારતમાં પાંડવો સાથે જોવા મળ્યા હતા. જોકે મહાભારતમાં સમીરની ભૂમિકા નાની હતી, એટલે આ શૉમાં તેઓ વધારે લોકોની નજરમાં નહોતા આવ્યા.
આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના
સમીરે આ બન્ને ઐતિહાસિક શૉ સિવાય બીજી હિન્દી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. તેઓ સ્ટાર પ્લસ પર પ્રસારિત હમારી દેવરાની શૉમાં પણ નજર આવ્યા હતા. આ સીરિયલમાં તેમણે જયંત નાણાવટીનો રોલ લોકોને ઘણો પસંદ આવ્યો હતો.
જણાવી દઈએ કે રામાયણમાં સમીર સિવાય એના પિતા મૂલરાજ રાજદાએ પણ કામ કર્યું હતું. તેઓ સીતા મૈયાના પિતા રાજા જનકના રોલમાં નજર આવ્યા હતા.