નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટે નોટિસ મોકલી ‘બિગ બૉસ 16’ને

31 December, 2022 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટ દ્વારા ‘બિગ બૉસ 16’ની સાથે વાયકૉમ 18 અને એન્ડેમોલ પ્રાઇવેટ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે.

નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટે નોટિસ મોકલી ‘બિગ બૉસ 16’ને

હાલમાં જ ‘બિગ બૉસ 16’ના મેકર્સ અને એની સાથે લગતા ઘણા લોકોને નોટિસ મોકલી છે. આ શોમાં હાલમાં જ વિકાસ માણકતલાએ અર્ચના ગૌતમને ‘​નીચ જાતિ કે લોગ’ કહ્યું હતું. આ માટે નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટ દ્વારા ‘બિગ બૉસ 16’ની સાથે વાયકૉમ 18 અને એન્ડેમોલ પ્રાઇવેટ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘SC/ST ઍક્ટ હેઠળ આ ગુનાપાત્ર સ્ટેટમેન્ટ છે. ભારતીય બંધારણના કાયદા આર્ટિકલ ૩૩૮ હેઠળ નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટ હવે આ મુદ્દાની તપાસ કરી રહ્યું છે. આ નોટિસ મળ્યાના સાત દિવસની અંદર શું ઍક્શન લેવામાં આવી એનો રિપોર્ટ આપવાનો રહેશે.’ આ વિશે હજી સુધી ​‘બિગ બૉસ’ના મેકર્સ અને ચૅનલ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.

television news indian television Bigg Boss