13 June, 2022 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CIDનું ગેટ-ટુગેધર
પૉપ્યુલર ટીવી સિરિયલ ‘CID’ના કલાકારોએ એક ખાસ ગેટ-ટુગેધર રાખ્યું હતું. આ પાર્ટીમાં ઇન્સ્પેક્ટર દયા બનેલો દયાનંદ શેટ્ટી, સિનિયર ઇન્સ્પેક્ટર અભિજિતનો રોલ કરનાર આદિત્ય શ્રીવાસ્તવ, ડૉ. તારિકાનો રોલ કરનાર શ્રદ્ધા મુસળે, ઇન્સ્પેક્ટર ફ્રેડરિક બનેલા દિનેશ ફડણીસ, સબ-ઇન્સ્પેક્ટર પંકજ બનેલા અજય નાગરથ અને ઇન્સ્પેક્ટર અભિમન્યુનો રોલ કરનાર હૃષીકેશ પાન્ડેએ પણ ભાગ લીધો હતો. ૧૯૯૮માં આ શોની શરૂઆત થઈ હતી. ૨૦ વર્ષ સુધી વિવિધ ક્રાઇમને ઉકેલતો આ શો લોકોને ખૂબ પસંદ હતો. આ ગેટ-ટુગેધરનો વિડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય નાગરથે કૅપ્શન આપી હતી, ‘આ પાર્ટી માટે ખૂબ આભાર. તમે બધા બેસ્ટ છો. મારા પ્રિયજનો સાથેની આ સાંજ મજેદાર રહી જેમાં સ્વાદિષ્ટ ભોજન અને વાઇન હતાં. આવી રીતે હજી પણ આગળ આપણે મળતા રહેવાનું છે.’