અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ ફેમ અભિનેત્રીએ શૂટ દરમિયાન ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

24 December, 2022 06:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માના સુસાઈડની માહિતી મળી છે અને તે ઘટનાસ્થળે પહોંચી રહી છે.

તુનિષા શર્મા (તસવીર સૌજન્ય : ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

ટેલીવિઝન એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી પ્રમાણે, ટી બ્રેક દરમિયાન તુનિષા ટૉઈલેટમાં ગઈ અને ઘણો સમય થયો હોવા છતાં તે બહાર નીકળી નહીં, તો દરવાજો તોડવામાં આવ્યો. ત્યારે ખબર પડી કે તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માના સુસાઈડની માહિતી મળી છે અને તે ઘટનાસ્થળે પહોંચી રહી છે.

થોડાક કલાક પહેલા મેકરૂમમાંથી શૅર કર્યો હતો વીડિયો
તુનિષા શર્મા માત્ર 20 વર્ષની હતી. માહિતી પ્રમાણે તે અલીબાબા સીરિયલનું શૂટ કરી રહી હતી. તેણે થોડાક કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શૅર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે તે સેટ પર મેકઅપ કરાવી રહી છે અને ત્યાં હાજર લોકો સાથે વાતચીત પણ કરી રહી છે.

આ શૉ દ્વારા કરી પોતાના કરિઅરની શરૂઆત
તુનિષાએ પોતાના કરિઅરની શરૂઆત હિસ્ટોરિકલ શૉ ભારત કા વીર પુત્ર: મહારાણા પ્રતાપ દ્વારા કરી. આ સિવાય તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂછવાલા, શેર એ પંજાબ: મહારાજ રંજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શૉઝમાં પણ કામ કર્યું.

આ પણ વાંચો : Video : દીકરી સાથે 30 કલાક સુધી જર્મની ઍરપૉર્ટ પર ફસાઈ અભિનેત્રી, ખોવાયો સામાન

તુનિષા શર્માએ ફિલ્મોમાં પણ કર્યું હતું કામ
ટીવી શૉઝ જ નહીં પણ ફિલ્મોમાં પણ તુનિષા શર્મા(Tunisha Sharma) પોતાની એક્ટિંગનો હુનર બતાવી ચૂકી હતી. તેણે `ફિતૂર`, `બાર-બાર દેખો`, `કહાની 2: દુર્ગા રાની સિંહ`, અને `દબંગ 3` જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. `ફિતૂર` અને `બાર બાર દેખો`માં તુનિષાએ યંગ કેટરિના કૈફનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તેણે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ દબંગ 3માં પણ કેમિયો રોલ કર્યો હતો.

television news indian television entertainment news mumbai mumbai news Crime News