10 July, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુચરણ સિંહ
ગુરુચરણ સિંહનો ગાયબ થઈ ગયા બાદ પાછો આવવાનો કોઈ પ્લાન નહોતો. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ ૨૨ એપ્રિલે ગાયબ થઈ ગયો હતો. ૨૫ દિવસ બાદ તે રિટર્ન થયો હતો. તેને પૈસાની તકલીફ છે અને તે હવે કામ શોધી રહ્યો છે. આ વિશે વાત કરતાં ગુરુચરણ સિંહ કહે છે, ‘મારો એક પણ બિઝનેસ નહોતો ચાલી રહ્યો. કામ બરાબર નહોતું થઈ રહ્યું અથવા તો મેં જેની સાથે કામ કર્યું એ ગાયબ થઈ જતા હતા. પ્રૉપર્ટીને લઈને પણ વર્ષોથી મગજમારી ચાલી રહી હતી અને એની પાછળ પણ ઘણા પૈસા ખર્ચાઈ ગયા હતા. એને કારણે મારી નાણાકીય સ્થિતિ પર અસર પડી હતી. મારા પેરન્ટ્સને કારણે હું ભક્તિમાં માનું છું. મારી માનસિક સ્થિતિ સારી ન હોવાથી હું ધાર્મિક યાત્રા પર નીકળી ગયો હતો અને મારો પાછો આવવાનો કોઈ ઇરાદો નહોતો.’