03 January, 2023 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ટેલીવિઝન પર રાજ કરનારા શૉ તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના (Taarak Mehta Ka Ooltah Chashmah) ગ્રહો નબળાં પડતા લાગે છે. એટલે જ કદાચ એક પછી એક સિતારા શૉને અલવિદા કહી રહ્યા છે. દિશા વાકાણી અને શૈલેશ લોઢા જેવા મોટા કલાકારો બાદ હવે તારક મેહતાના ડિરેક્ટર માલન રાજડાએ પણ શૉ છોડી દીધો છે.
14 વર્ષ પછી છોડ્યો શૉ
માલવ રાજડા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉને છેલ્લા 14 વર્ષથી ડિરેક્ટ કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે વર્ષો પછીના સફર બાદ તેમણે આ શૉ છોડી દીધો છે. તેમનો આ નિર્ણય ખરેખર દરેકને ચોંકાવનારો છે.
મળતી માહિતી પ્રમાણે, માલવ રાજડાએ 15 ડિસેમ્બરે તારક મેહતા શૉનું છેલ્લું શૂટિંગ કર્યું હતું. એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે શૉના ડિરેક્ટર માલવ રાજડા અને પ્રૉડક્શન હાઉસ વચ્ચે અણબનાવ ચાલી રહ્યા હતા, જેને કારણે તેમણે શૉ છોડવાનો નિર્ણય લીધો છે. જો કે, માલન રાજડાએ આ બધા અનુમાનોને સંપૂર્ણ રીતે ફગાવી દીધો.
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા માલવ રાજડાએ કહ્યું કે, "જો તમે સારું કામ કરો છો તો ટીમમાં ક્રિએટિવ ડિફ્રેન્સ હોવું સામાન્ય વાત છે. પણ આ શૉને બહેતર બનાવવા માટે હોય છે. પ્રૉડક્શન હાઉસ સાથે મારો કોઈ અણબનાવ કે તકરાર થઈ નથી. શૉ અને આસિત ભાઈ (શૉના પ્રૉડ્યૂસપ આસિત મોદી)નો હું આભારી છું."
ડિરેક્ટરે કેમ છોડ્યો શૉ?
માલવ રાજડાએ આખરે શૉ કેમ છોડ્યો? આ પ્રશ્ન પર તેમણે કહ્યું 14 વર્ષ સુધી શૉ કર્યા બાદ મને લાગ્યું કે હું મારા કમ્ફર્ટ ઝૉનમાં ચાલ્યો ગયો હતો. મને લાગે છે કે પોતાને ક્રિએટિવલી ગ્રો કરવા માટે આગળ વધીને પોતાને ચેલેન્જ આપવું ખૂબ જ જરૂરી હોય છે. પોતાની 14 વર્ષની જર્ની વિશે વાત કરતા માલવ રાજડાએ કહ્યું - આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષ રહ્યા છે. આ શૉ દ્વારા મને માત્ર ફેમ અને પૈસા જ નહીં, પણ મારી લાઈફ પાર્ટનર પ્રિયા પણ મળી છે.
આ પણ વાંચો : TMKOC: રાજ અનડકટે પણ શૉને કહ્યું ગુડબાય: સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો ખુલાસો
જણાવવાનું કે તારક મેહતા શૉને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. અનેક સિતારા શૉ છોડી ચૂક્યા છે. શૉના ડિરેક્ટર માલવ રાજડા પહેલા રાજ અનડકટ, શૈલેશ લોઢા, નેહા મેહતા, ગુરુચરણ સિંહ, ભવ્ય ગાંધી અને દિશા વાકાણી જેવા અનેક સિતારા શૉને અલવિદા કહી ચૂક્યા છે. શૉના ડિરેક્ટરના ન હોવાથી તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉ પર કેટલો ફેર પડે એ જોવા જેવી બાબત છે.