23 June, 2020 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તારક મહેતા... શૉની ટીમ
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવી ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. હાલ લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ શૉના પાત્રોમાં કોઈ વધારે બદલાવ થયો નથી. જેઠાલાલથી લઈને રોશનસિંહ સોઢી બધા પોતાના પાત્રોમાં એકદમ ફિટ થઈ જાય છે અને કૉમેડીથી લોકાના દિલમાં વસી ગયા છે. હાલ આ શૉથી જોડાયેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરૂચરણ સિંહે આ શૉને બાય બાય કહેવાનું મન બનાવી લીધુ છે. આની પહેલા પણ ગુરૂચરણ સિંહ એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી અલગ થઈ ચૂક્યા હતા. ત્યારે ક્રિએટિવ ડિફરન્સના કારણે ગુરૂચરણે આ નિર્ણય લીધો હતો. જોકે મેકર્સ થોડા સમય બાદ એમને શૉમાં પાછા લઈ આવ્યા હતા. જોકે એક્ટર અથવા શૉની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જોકે કેટલાક સૂત્રોનું કહેવું છે કે આ સમાચારમાં કોઈ ચોખવટ નથી. શૉમાં સોઢીના રોલને ઘણો પસંદ કરવામાં આવે છે. એમનો એનર્જીથી ભરેલો પાત્ર અને ડાયલૉગ ફૅન્સને ઘણો પસંદ આવે છે. જેઠાલાલ અને સોઢીની દોસ્તી પણ લોકોને ઘણી ગમે છે. શૉમાં તેઓ એક પંજાબી વ્યક્તિનો રોલ ભજવી રહ્યા છે અને એમની પત્ની પારસી છે જેને તે ઘણો પ્રેમ કરે છે. પત્ની રોશન અને સોઢીની રોમાન્ટિક કેમિસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવે છે.
આ પણ જુઓ : Bhavya Gandhi: તારક મહેતાનો તોફાની 'ટપુડો' હાલ દેખાય છે આવો
શૉએ 3000થી વધારે એપિસોડ પૂરા કરી લીધા છે. જ્યાં દિશા વાકાણની શૉમાં પાછા ફરવાના સમાચારને લઈએ હાલમાં શૉના પ્રોડ્યૂસર અમિતકુમાર મોદીએ પિન્કવિલા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પહેલા શૂટિંગ તો થવા દો. હાલ આ બધી વાતચીત કરવાનો સમય નથી કે શું થશે કારણકે હમણાં તો અમે શૂટિંગ પાછી શરૂ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. પહેલા શૂટિંગ શરૂ થઈ જાય ત્યારે અમે આ વિષયમાં વધારે સ્પષ્ટતાથી વાત કરીશું.