26 February, 2023 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સચિન શ્રોફના લગ્નની તસવીરો (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ના મહેતા સાહેબ ઉર્ફે અભિનેતા સચિન શ્રોફ (Sachin Shroff)એ બીજા લગ્ન કરી લીધા છે. જુહી પરમાર (Juhi Parmar) સાથેથી જુદા પડ્યા બાદ અભિનેતાએ ચાંદની (Chandni) સાથે ૨૫ ફેબ્રુઆરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આ લગ્નપ્રસંગે સિરિયલના અનેક કલાકારો પણ હાજર રહ્યાં હતા. સચિનના લગ્નની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.
સચિન શ્રોફના લગ્નમાં `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના લગભગ બધા જ કલાકારો પહોચ્યા હતા. આ સિવાય `હુમ હૈ કિસી કે પ્યાર`ના કલાકારો પણ સચિનની ખુશીમાં સહભાગી થયા હતા. બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા (Munmun Dutta)થી લઈને અભિનેતાની ઓન-સ્ક્રીન પત્ની સુનૈના ફોજદાર (Sunayana Fozdar)એ અભિનેતાને તેની નવી સફર માટે અભિનંદન પાઠવ્યા છે.
સચિન શ્રોફે ૨૫ ફેબ્રુઆરીએ મુંબઈમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં ચાંદની સાથે લગ્ન કર્યા હતા. ચાંદની વર્ષોથી અભિનેતાની બહેનની મિત્ર હોવાનું કહેવાય છે. અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો, `મારો પરિવાર મને ફરીથી લગ્ન કરવા માટે કહી રહ્યો હતો, તેથી મેં તેમને મારા માટે સારી છોકરી શોધવા કહ્યું હતું. પછિ તેમણે મને ચાંદનીને જીવનસાથી બનાવવા બાબતે વિચાર કરવાનું કહ્યું હતું, કારણ કે હું તેને વર્ષોથી ઓળખું છું.
આ પણ વાંચો - તમારા ફેવરિટ શૉ તારક મહેતા કા... માટે રહ્યું તોફાની વર્ષ, જાણો શું આવ્યા બદલાવ
સચિનના લગ્ન લવ મેરેજ નથી પણ એરેન્જ્ડ મેરેજ છે. ચાંદનીને ઈન્ડસ્ટ્રી સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. તે પાર્ટ ટાઇમ ઇવેન્ટ મેનેજર અને ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે.
તમને જણાવી દઈએ કે, સચિન શ્રોફના આ બીજા લગ્ન છે. આપ હેલાં વર્ષ ૨૦૦૯માં તેણે અભિનેત્રી જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. બન્નેને એક દીકરી પણ છે. પરંતુ વર્ષ ૨૦૧૮માં બન્નેએ છુટ્ટાછેડા લીધા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ હવે સચિને બીજા લગ્ન કર્યા છે.