23 January, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાંચ વર્ષ બાદ ‘રાધાક્રિષ્ન’ પર પૂર્ણવિરામ આવતાં ઇમોશનલ થયા કલાકારો
સ્ટાર ભારત પર આવતી ‘રાધાક્રિષ્ન’ સિરિયલને હવે પૂર્ણવિરામ આપવામાં આવશે. ૧૧૪૫ એપિસોડ બાદ એ શોને બંધ કરવામાં આવશે. આ શોમાં સુમેધ મુદ્ગલકર ભગવાન કૃષ્ણના રોલમાં અને મલ્લિકા સિંહ રાધાના રોલમાં જોવા મળે છે. આ શોને લઈને સુમેધે કહ્યું કે ‘ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવવું એ મારા માટે સન્માનની વાત છે. શરૂઆતમાં તો આ રોલ મને મળવો એ ખૂબ મોટી વાત લાગતી હતી. મને એહસાસ થયો કે આ મારી જર્ની હતી અને મારી જાત સાથે જ મારી સ્પર્ધા હતી. પાંચ વર્ષ થવા આવ્યાં હું આ શો સાથે જોડાયેલો છું. હવે ધારણા બદલાઈ ગઈ છે. સેટથી માંડીને વાતાવરણ બધું જ બદલાઈ ગયું છે. અચાનક તમને એહસાસ થાય છે કે આ વસ્તુઓ હવે તમને જોવા નહીં મળે અને તમે એની પ્રશંસા કરવા લાગો છો. તમે ઇમોશનલ બની જાઓ છો. આ શો બાદ મારી લાઇફ શું થશે એની કલ્પના પણ નથી કરી શકતો.’
આ પણ વાંચો : સાજિદ અને અબ્દુ માટે બર્ગર-પાર્ટી રાખી ફારાહે
તો બીજી તરફ રાધાના રોલમાં દેખાતી મલ્લિકાએ કહ્યું કે ‘રાધાની ભૂમિકા ભજવવી એ અદ્ભુત અનુભવ હતો. ટીવી શો ‘રાધાક્રિષ્ન’માં રાધાનો રોલ મને ઑફર કરવામાં આવતાં હું ખૂબ ખુશ થઈ હતી. શરૂઆતમાં આ રોલ કરવો મને અઘરું લાગતું હતું, પરંતુ એ પાત્રમાં ઊતરવા માટે અમારે મલ્ટિટાસ્ક કરવાના હતા અને મને એહસાસ થયો કે આ મારી જર્ની છે જેમાં મને ઘણુંબધું શીખવા મળશે અને મારે જે પણ પરિવર્તન આવશે એને સ્વીકારવા રહ્યાં. હવે આ લાંબી જર્નીનો અંત આવી રહ્યો છે. એથી હું ઇમોશનલ તો થઈ છું પરંતુ સાથે જ ઘણી યાદોના સંગ્રહની સાથે સારો અનુભવ પણ મળ્યો છે. જોકે એ વાસ્તવિતા સ્વીકારવી પણ અધરી છે કે આ શો હવે બંધ થવાનો છે. સેટ અને ક્રૂની અમને ખૂબ યાદ આવશે. આ શોને સફળ બનાવવા માટે સેટ પરના દરેક જણે ખૂબ મહેનત કરી છે.’