શ્વેતા તિવારીની રણમસ્તી

10 October, 2024 11:50 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

શ્વેતા તિવારી‍‍એ ચોથી ઑક્ટોબરે દુબઈમાં પોતાની ૪૪મી વર્ષગાંઠ ઊજવી, જેના ફોટો અને વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. દુબઈની આ ટ્રિપમાં જ શ્વેતાએ ડેઝર્ટ-સફારી પણ માણી છે

શ્વેતા તિવારીની રણમસ્તી

શ્વેતા તિવારી‍‍એ ચોથી ઑક્ટોબરે દુબઈમાં પોતાની ૪૪મી વર્ષગાંઠ ઊજવી, જેના ફોટો અને વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. દુબઈની આ ટ્રિપમાં જ શ્વેતાએ ડેઝર્ટ-સફારી પણ માણી છે અને એની તસવીરો તેણે મંગળવારે મોડી રાતે પોતાના ચાહકો સાથે શૅર કરી હતી.

આ તસવીરોમાં શ્વેતાના બાહુ પર અને માથા પર બાજ બેઠેલો દેખાય છે. શ્વેતાએ રણમાં ક્વૉડ એટલે કે ચાર પૈડાંવાળી બાઇક ચલાવવાની પણ મજા માણી હતી. શ્વેતા તિવારી દિવાળી પર રિલીઝ થતી ‘સિંઘમ અગેઇન’માં અજય દેવગન સાથે ઇન્ટેલિજન્સ ઑફિસરની ભૂમિકામાં દેખાવાની છે.

shweta tiwari dubai instagram social media singham ajay devgn television news entertainment news happy birthday