12 April, 2023 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભાંગી અત્રે
શુભાંગી અત્રેનું કહેવું છે કે અંગૂરી તેના માટે ભગવાને આપેલી સૌથી મોટી ગિફ્ટ છે. ‘ભાબીજી ઘર પર હૈં!’માં તે અંગૂરીભાભીનું પાત્ર ભજવી રહી છે. અંગૂરીનો ગઈ કાલે જન્મદિવસ હતો. સાત વર્ષ પહેલાં આ જ દિવસે તેણે આ શોને સાઇન કર્યો હતો. આ વિશે વાત કરતાં અંગૂરીએ કહ્યું કે ‘મારો બર્થ-ડે મારા માટે ઘણાં કારણસર ખૂબ જ સ્પેશ્યલ છે. મારી લાઇફને બદલી નાખનાર પાત્રને પણ મેં આ જ દિવસે સાઇન કર્યું હતું. સાત વર્ષ પહેલાં મારા બર્થ-ડેના દિવસે જ મેં મારા શો ‘ભાબીજી ઘર પર હૈં!’ને સાઇન કર્યો હતો. મારું પાત્ર ટીવીનું સૌથી પસંદીદા પાત્રમાંનું એક છે. અંગૂરીએ મને મારા બર્થ-ડે પર ભગવાને આપેલી સૌથી મોટી ગિફ્ટ છે. હું હંમેશાં તેમની આભારી રહીશ.’