ટીવી-સિરિયલમાં પણ વર્ક ફ્રૉમ હોમ

10 October, 2024 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેગ્નન્ટ શ્રદ્ધા આર્યા ઘરેથી ‘કુંડલી ભાગ્ય’નું શૂટિંગ કરી રહી છે. શ્રદ્ધા કહે છે, ‘મારી પ્રેગ્નન્સીની સફરમાં મને આટલી અન્ડરસ્ટૅન્ડિંગ અને સપોર્ટિવ ટીમ મળી છે એ મારું સદ‍્ભાગ્ય છે.`

શ્રદ્ધા આર્યા

ઝી ટીવી પર આવતી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ની હિરોઇન શ્રદ્ધા આર્યા પ્રેગ્નન્ટ છે છતાં ઘરેથી આ શો માટે શૂટિંગ કરી રહી છે. શ્રદ્ધા કહે છે, ‘મારી પ્રેગ્નન્સીની સફરમાં મને આટલી અન્ડરસ્ટૅન્ડિંગ અને સપોર્ટિવ ટીમ મળી છે એ મારું સદ‍્ભાગ્ય છે. ‘કુંડલી ભાગ્ય’ ફૅમિલીએ ઘરેથી કામ કરવાની મારી રિક્વેસ્ટ માન્ય રાખીને શૂટિંગ-શેડ્યુલમાં ઍડ‍્જસ્ટમેન્ટ કર્યાં છે, સાથે તેમણે શોની ક્વૉલિટી પર અસર ન થાય એ માટેની ટેક્નિકલ ડીટેલ પર પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. અમે તાજેતરમાં મારો બેબી-શાવર સાથે મળીને ઊજવ્યો હતો. શોની ટીમના પ્રેમને લીધે મારો આ પ્રસંગ વધુ સ્પેશ્યલ બની રહ્યો હતો.’

zee tv television news indian television tv show entertainment news