midday

‘તારક મેહતા...’ સિરિયલ છોડી દીધી હોવાની વાતને શરદ ‘અબ્દુલ’ સાંકલાએ અફવા ગણાવી

24 August, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જબ તક શો ચલતા રહેગા તબ તક મૈં ઉસકા હિસ્સા બના રહૂંગા
શરદ સાંકલા

શરદ સાંકલા

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અબ્દુલનો રોલ ભજવતા શરદ સાંકલાએ આ સિરિયલ છોડી હોવાની અફવા ફેલાઈ છે. આ શોમાં તે ૧૬ વર્ષથી જોડાયેલો છે. ગોકુલધામ સોસાયટીમાં તે સૌનું કામ ઉત્સાહ સાથે કરતો દેખાય છે. જોકે તે છેલ્લા થોડા સમયથી નથી જોવા મળી રહ્યો. આ જ કારણ છે કે તેણે સિરિયલ છોડી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ તમામ અફવાઓ પર વિરામ મૂકતાં અબ્દુલ એટલે કે શરદ સાંકલા કહે છે, ‘ના, આ સમાચાર તદ્દન ખોટા છે. હું ક્યાંય નથી જઈ રહ્યો અને આ શોનો હું હિસ્સો છું. વર્તમાનમાં શોની સ્ટોરી એવી છે કે જેમાં મારા પાત્રની એવી કાંઈ ખાસ જરૂર નથી, પરંતુ અબ્દુલ ટૂંક સમયમાં પાછો ફરશે. તે પણ સ્ટોરીનો ભાગ છે. હું શો શું કામ છોડું? શો છોડવા વિશે તો હું વિચારી પણ નથી શકતો. શોનું પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ મારા માટે એક પરિવાર જેવું છે. પ્રોડ્યુસર અસિત કુમાર મોદી તો મારો કૉલેજનો ફ્રેન્ડ છે. એથી શોમાંથી નીકળવાનો સવાલ જ નથી આવતો. જબ તક શો ચલતા રહેગા તબ તક મૈં ઉસકા હિસ્સા બના રહૂંગા.’

Whatsapp-channel
taarak mehta ka ooltah chashmah television news indian television asit kumar modi entertainment news