25 August, 2022 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્મિલા માતોન્ડકર અને શક્તિ કપૂર
શક્તિ કપૂરનું કહેવું છે કે તે ઊર્મિલા માતોન્ડકરનો સૌથી મોટો ફૅન છે. તે હાલમાં જ ‘ડીઆઇડી- સુપર મૉમ્સ’માં જોવા મળ્યો હતો. આ શોને ઊર્મિલાની સાથે રેમો ડિસોઝા અને ભાગ્યશ્રી
જજ કરી રહ્યાં છે. આ શોમાં ગેસ્ટ તરીકે શક્તિ કપૂર અને ચંકી પાન્ડેએ ‘કૉમેડી સ્પેશ્યલ’ એપિસોડમાં હાજરી આપી હતી. આ શોમાં સ્પર્ધક વર્ષાના પર્ફોર્મન્સ બાદ શક્તિ કપૂરે કહ્યું કે ‘હું આ શોના સેટ પર આવ્યો ત્યારથી એક વાતને કન્ફેસ કરવા માગું છું. જો હું એ ન કહું તો રાતે હું શાંતિથી ખાવાનું નહીં ખાઈ શકું. ઘણા લોકોને ખબર નહીં હોય, પરંતુ હું ઊર્મિલા માતોન્ડકરનો ખૂબ જ મોટો ફૅન છું. ‘છમ્મા છમ્મા’ સૉન્ગને મેં જ્યારે થિયેટરમાં જોયું હતું ત્યારે મેં તેમને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. મારું માનવું છે કે ઊર્મિલાજી ઇન્ડસ્ટ્રીનાં સૌથી અદ્ભુત ડાન્સર્સમાંનાં એક છે. મારી લાઇફમાં એવાં ઘણાં ઓછાં સૉન્ગ છે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું અને એમાંનું એક ‘છમ્મા છમ્મા’ છે.