06 May, 2022 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શબ્બીર અહલુવાલિયા
શબ્બીર અહલુવાલિયાએ તેના નવા શો ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’ માટે ૧૪ કિલો વજન ઉતાર્યું છે. આ ફિલ્મની સ્ટોરી વૃંદાવન પર આધારિત છે. આ શોમાં તેના ઘણા શેડ્સ છે જે તે પહેલી વાર ભજવી રહ્યો છે. આ વિશે વાત કરતાં શબ્બીર અહલુવાલિયાએ કહ્યું હતું કે ‘અભિથી મોહનનું ટ્રાન્સફૉર્મેશન ખૂબ મહત્ત્વનું રહ્યું છે. મારા છેલ્લા પાત્રમાંથી બહાર નીકળીને મોહનને અપનાવવામાં ખૂબ જ સમય લાગ્યો છે. તેમના લુક પણ અલગ છે. આ માટે મારે વજન ઉતારવું પડ્યું હતું. છેલ્લાં થોડાં વર્ષમાં મારે જિમમાં ખૂબ જ મહેનત કરવી પડી હતી અને મેં ૧૪ કિલો વજન ઉતાર્યું છે. મારા પાત્રના રંગરૂપમાં ઢળવા માટે મેં મારી બૉડી લૅન્ગ્વેજમાં પણ બદલાવ કર્યો હતો. આશા રાખું છું કે દર્શકો મારા પાત્રને પસંદ કરે.’