07 December, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા ખાને પાંચમી ડિસેમ્બરે ક્રિશ પાઠક સાથે ધામધૂમથી લગ્ન કરી લીધાં હતાં
પ્રખ્યાત ટીવીસિરિયલ ‘બિદાઈ’માં સાધનાનું પાત્ર ભજવનાર અભિનેત્રી સારા ખાને પાંચમી ડિસેમ્બરે ક્રિશ પાઠક સાથે ધામધૂમથી લગ્ન કરી લીધાં હતાં અને પછી નાનકડું રિસેપ્શન પણ આપ્યું હતું. સારા અને ક્રિશે હિન્દુ વિધિથી સાત ફેરા અને ઇસ્લામિક પરંપરા મુજબ નિકાહ કરવાનું પસંદ કર્યું છે. આ પહેલાં સારા અને ક્રિશે ઑક્ટોબરમાં કોર્ટ-મૅરેજ કરવાનું પસંદ કર્યું હતું. સારાએ આ લગ્નની તસવીરો શૅર કરીને લખ્યું છે કે ‘કુબૂલ હૈથી સાત ફેરા સુધી. અમારા પ્રેમે પોતાની જ એક સ્ક્રિપ્ટ લખી છે અને અમારા બન્નેની દુનિયાએ હા પણ કહી દીધું છે.’
સારા ખાનનાં આ બીજાં લગ્ન છે. પહેલાં તેણે ૨૦૧૦માં ટીવી-અભિનેતા અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યાં હતાં જે થોડા મહિનામાં જ તૂટી ગયાં હતાં. હવે ક્રિશ પાઠક સાથે નવી ઇનિંગ્સની શરૂઆત કરીને સારા ખુશ દેખાઈ રહી છે.