28 September, 2022 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને કારણ કુન્દ્રા
‘બિગ બૉસ 16’ માટે હવે તૈયાર થઈ જાઓ. સલમાન ખાને ‘બિગ બૉસ 16’ની જાહેરાત કરી દીધી છે. એ માટે બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી. કલર્સ પર આવતો ‘બિગ બૉસ’ હંમેશાં લોકોનો ફેવરિટ રિયલિટી શો બની રહ્યો છે. એમાં પણ સલમાનની હોસ્ટિંગના લોકો દીવાના છે. એક સીઝન પૂરી થાય એટલે લોકો એની નેક્સ્ટ સીઝનની આતુરતાથી રાહ જોતા હોય છે. આ શોમાં કેટલાંય રિલેશન બને છે અને એ જ વસ્તુ લોકોમાં ઉત્સાહ જગાવે છે.
‘ભેડિયા’માં દેખાશે કરણ કુન્દ્રા?
‘ધ વેમ્પાયર ડાયરીઝ’ પર આધારિત બની રહેલા શો ‘ભેડિયા’માં કરણ કુન્દ્રા લીડ રોલમાં દેખાય એવી શક્યતા છે. તેનો રોલ કયો હશે એના વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ શોને બિયૉન્ડ ડ્રીમ્સ પ્રોડ્યુસ કરશે. શોના અન્ય કલાકારો વિશે વધુ માહિતી નથી મળી શકી. આ શો સિવાય કરણ ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં પણ દેખાવાનો છે. કરણ અને તેજસ્વી પ્રકાશનાં રિલેશન ટૉક-ઑફ-ધ-ટાઉન બન્યાં છે. તેમના ફૅન્સ તેમને એકસાથે જોઈને ખુશ થાય છે.