કોણ કોના માટે લકી? સલમાન બિગ બૉસ માટે કે પછી બિગ બૉસ સલમાન માટે ?

21 February, 2024 08:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન (Salman Khan Bigg Boss) પોતાની ફિલ્મો દ્વારા લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. આ સાથે જ તેમણે બ્લોકબસ્ટર શો `બિગ બૉસ` સાથે ટેલિવિઝનની દુનિયામાં પણ મનોરંજન પુરુ પાડી નામના મેળવી. વર્ષ 2010માં તેમણે હોસ્ટ તરીકે શોમાં શાનદાર એન્ટ્રી કરી.

સલમાન ખાન

Salman Khan Bigg Boss: સુપરસ્ટાર સલમાન ખાન ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. મેગાસ્ટાર તેની શાનદાર સ્ક્રીન પ્રેઝેન્સ, સ્વેગ અને વલણને કારણે દેશ અને વિશ્વભરમાં વિશાળ ફેન ફોલોઇંગ ધરાવે છે. સલમાન માટે ચાહકોનું ગાંડપણ એટલું છે કે દરરોજ તેઓ તેમના પ્રિય અભિનેતાની એક ઝલક મેળવવા માટે ગેલેક્સીની બહાર ઉભા જોવા મળે છે.

સલમાને પોતાની ફિલ્મો દ્વારા લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. આ સાથે જ તેમણે બ્લોકબસ્ટર શો `બિગ બૉસ` સાથે ટેલિવિઝનની દુનિયામાં પણ મનોરંજન પુરુ પાડી નામના મેળવી છે. વર્ષ 2010માં સલમાને હોસ્ટ તરીકે શોમાં શાનદાર એન્ટ્રી કરી અને તેની એન્ટ્રી સાથે રિયાલિટી શૉની દીશા જ બદલાઈ ગઈ. સુત્રો પ્રમાણે સલમાન ખાને જ બિગ બોસ શૉમાં સ્ટાર પાવર ઉમેર્યો હતો અને 2010થી અત્યાર સુધી આ શો સૌથી વધુ TRP સાથે નંબર 1 પોઝિશન પર છે, જે કોઈપણ રિયાલિટી શોની તુલનામાં સૌથી વધુ છે.

સલમાન ખાનની એન્ટ્રીએ બિગ બોસ પર મોટી અસર કરી છે અને તેણે તેને વૈશ્વિક સફળતા અપાવી છે. એટલું જ નહીં તેમણે બિગ બૉસની સતત ચૌદમી સીઝન હોસ્ટ કરી અને તેને દેશના સૌથી ફેવરિટ રિયાલિટી શોમાંનો એક બનાવવા લોકો ભરપૂર મનોરંજન પુરૂ પાડ્યું. તાજેતરમાં રિલીઝ થયેલ બિગ બૉસ 17 પણ મોટા પ્રમાણમાં લોકપ્રિયતા અને TRP રેટિંગ મેળવવામાં સલમાન ખાનની લોકપ્રિયતાની અસર જોવા મળે છે. આવી સ્થિતિમાં, એ વાતને નકારી શકાય નહીં કે શો બિગ બૉસની વૈશ્વિક સફળતામાં સલમાન ખાનની પણ મહત્વની ભૂમિકા રહી છે. શૉને હોસ્ટ કરવાની, સ્પર્ધકોને હેન્ડલ કરવાની અને તેમને સલાહ આપવાની તેમની સિગ્નેચર સ્ટાઇલ પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી ગઈ છે. 

એમાં કોઈ શંકા નથી કે સલમાન ખાનનું મેગા સ્ટારડમ આખી દુનિયામાં છવાઈ ગયું છે. પોતાની ફિલ્મો, કામ અને વ્યક્તિત્વ દ્વારા તેણે પોતાના માટે એક એવું સ્ટારડમ બનાવ્યું છે જે અજોડ છે. જેનાથી સૌ કોઈ વાકેફ છે. 

નોંધનીય છે કે  સલમાન ખાન ૨૦૨૫માં ઈદ દરમ્યાન તેના ફૅન્સ માટે ઍક્શનથી ભરપૂર ફિલ્મ લઈને આવશે એવી શક્યતા છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે અને એ. આર. મુરુગાદોસ ડિરેક્ટ કરશે. સલમાન અને સાજિદે ‘જીત’, ‘જુડવા’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘મુઝસે શાદી કરોગી’, ‘જાનેમન’ અને ‘કિક’ બનાવી હતી. હવે ફરીથી આ બન્નેએ સાથે મોટા બજેટની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. સાજિદ અને મુરુગાદોસ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમના દિમાગમાં સૌથી પહેલાં સલમાનનું નામ આવ્યું હતું. એથી સલમાન સાથે આ ફિલ્મને લઈને સાજિદે ચર્ચા કરી હતી. 

Salman Khan Bigg Boss entertainment news indian television television news