23 February, 2023 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન શ્રોફ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો રોલ કરનાર સચિન શ્રોફ બીજાં લગ્ન કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. તેણે અગાઉ ૨૦૦૯માં જુહી પરમાર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે ૨૦૧૮માં બન્નેએ પરસ્પર સમજૂતીથી ડિવૉર્સ લીધા હતા. તેમની ૧૦ વર્ષની સમાયરા નામની એક દીકરી છે. સમાયરાની કસ્ટડી જુહીને મળી છે. એથી હવે સચિને લાઇફમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. સચિનની થનારી દુલ્હન કોણ છે એ વિશે વધુ માહિતી નથી મળી. એટલું જાણવા મળ્યું છે કે તે ઇન્ટીરિયર ડિઝાઇનર છે. બન્ને વચ્ચે ઘણાં વર્ષોથી ફ્રેન્ડશિપ છે. એથી બન્ને પચીસ ફેબ્રુઆરીએ મુંબઈમાં નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં લગ્ન કરવાનાં છે. જોકે હજી સુધી સચિન તરફથી કોઈ નક્કર માહિતી આપવામાં નથી આવી.