16 May, 2023 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવોલીના ભટ્ટાચાર્ય તેના પતિ સાથે
વિવાદો વચ્ચે દિગ્દર્શક સુદીપ્તો સેન (Sudipto Sen)ની ફિલ્મ `ધ કેરલા સ્ટોરી` (The Kerala Story)12 મેના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 200 થી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ જશે. જ્યાં એક તરફ ફિલ્મ પોતાની જબરદસ્ત કમાણીથી ચાહકોને ચોંકાવી રહી છે તો બીજી તરફ ફિલ્મને લઈને અનેક જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો છે. તેના આધારે એક યુવતીએ પોસ્ટ મુકી હતી. જેના પર ગોપી બહુ ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્ય(Devoleena Bhattacharjee)એ પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા પર એક છોકરીએ ટ્વીટ કર્યું હતું, `જેમાં લખ્યું હતું કે મારી એક મિત્ર મુસ્લિમ છોકરા સાથે રિલેશનશિપમાં છે અને તે તેના બોયફ્રેન્ડને `ધ કેરલા સ્ટોરી` જોવા માટે વારંવાર કહી રહી હતી, પરંતુ તે દર વખતે ના પાડતો હતો. મને ખબર છે કે તે શા માટે વારંવાર ના પાડી રહ્યો હતો.` તે છોકરીના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી દેવોલીનાએ તેણીને ટોણો માર્યો છે.
દેવોલીનાએ ટ્રોલ્સને જવાબ આપ્યો
તેના પર પ્રતિક્રિયા આપતા દેવોલીનાએ કહ્યું, `જરૂરી નથી કે હંમેશાં આવું જ હોય. મારા પતિ મુસ્લિમ છે અને તેમણે મારી સાથે આ ફિલ્મ જોઈ છે. આ સાથે તેણે આ ફિલ્મના વખાણ પણ કર્યા હતા. ન તો તેણે તેને ખોટી રીતે લીધી કે ન તો તેના ધર્મની વિરુદ્ધ અને મને લાગે છે કે દરેક ભારતીયે આવું હોવું જોઈએ.
આ પણ વાંચો: Parineeti-Raghav:ક્યાં અને કેવી રીતે થઈ પ્રથમ મુલાકાત? ખુબ જ રસપ્રદ છે લવ સ્ટોરી
સાથ નિભાના સાથિયાથી તે પ્રખ્યાત થઈ
નોંધનીય છે કે દેવોલીનાએ 14 ડિસેમ્બર 2022ના રોજ જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. દેવોલિના અને શાહનવાઝ શેખના લગ્ન વખતે ખુબ જ ચર્ચાઓ થઈ હતી. હવે આ ટ્વીટ દ્વારા દેવોલીનાએ માત્ર તેના પતિના વખાણ જ નથી કર્યા, પરંતુ તે ટ્રોલ્સને પણ જડબાતોડ જવાબ આપ્યો છે, જેઓ તેના પતિને મુસ્લિમ હોવાનો ટોણો મારતા હતા. આ સિવાય દેવોલિના સલમાન ખાનના શો `બિગ બોસ`માં પણ જોવા મળી છે અને સીરિયલ `સાથ નિભાના સાથિયા`માં ગોપી બહુના પાત્રથી પણ ફેમસ થઈ છે.