10 February, 2022 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજયેન્દ્ર કુમરિયા
વિજયેન્દ્ર કુમરિયાનું કહેવું છે કે લગ્નજીવનમાં સમાનતા અને રિસ્પેક્ટ હોવાં ખૂબ જ જરૂરી છે. તે સોની પર આવતા ‘મોસે છલ કિયે જાએ’માં સફળ ટીવી પ્રોડ્યુસર અરમાન ઑબેરૉયનું પાત્ર ભજવી રહ્યો છે. આ શોમાં તેની સાથે વિધિ પંડ્યા પણ કામ કરી રહી છે. મૅરિડ કપલ વિશે વાત કરતાં વિજ્યેન્દ્રએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે એક સફળ લગ્નજીવનની ચાવી સમાનતા અને રિસ્પેક્ટ છે. લગ્નજીવન ટૂ-વે સ્ટ્રીટ જેવું છે. એમાં તમે જેટલું આપશો એટલું તમને મળશે. એક વ્યક્તિએ બીજી વ્યક્તિની જરૂરિયાતને માન આપવું જોઈએ અને તેને સપોર્ટ કરવો જોઈએ.’