16 June, 2021 11:47 AM IST | Mumbai | Rashmin Shah
આરુષી શર્મા
પાણીપૂરીનું નામ પડે એટલે કૉમનમૅનથી માંડીને ઍક્ટ્રેસ સુધ્ધોંના મોઢામાં પાણી આવી જાય, પણ હમણાં તો લૉકડાઉન ચાલતું હતું અને ખૂમચાવાળાઓને ધંધો કરવાની બિલકુલ મનાઈ હતી. એવામાં ઍક્ટ્રેસ આરુષી શર્માને પાણીપૂરી ખાવાની એવી તે તલબ લાગી હતી કે તેને સપનામાં પણ પાણીપૂરી આવ્યા કરે. જોકે આ સપનાંઓની રાહ તેણે લાંબો સમય જોવી પડી નહીં અને આરુષીને પાણીપૂરી ખાવા મળી અને એ પણ અનાયાસ.
આરુષી કહે છે, ‘બન્યું એમાં એવું કે અમે જે રિસૉર્ટમાં શૂટ કરતાં હતાં એ રિસૉર્ટના જ એક ભાગમાં મૅરેજ હતાં અને એ મૅરેજમાં ગુજરાતી ફૅમિલીના દાંડિયારાસ હતા. મને ખબર પડી કે ત્યાં મેનુમાં પાણીપૂરી છે. બસ, વાત પૂરી. મેં મારી સાથી ઍક્ટ્રેસને વાત કરી અને અમે ત્યાં જઈને પેલા મૅરેજ ફંક્શનમાં વડીલોને વાત કરી તો તેમણે તરત અમારે માટે પાણીપૂરી બનાવી દીધી. જલસા પડી ગયા, હું એકલી ૨૬ પાણીપૂરી ખાઈ ગઈ.’
આરુષીએ આ પાણીપૂરીના બદલામાં પેલા મૅરેજ ફંક્શનમાં દાંડિયા રમીને એ લોકોને ખુશ કરી દીધા હતા.