27 September, 2022 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજુ શ્રીવાસ્તવને યાદ કરીને ખૂબ રડી પત્ની શિખા
રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ મુંબઈમાં આયોજિત પ્રાર્થનાસભામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા અનેક લોકો હાજર રહ્યા હતા. એ દરમ્યાન તેમની પત્ની શિખા શ્રીવાસ્તવે રડતાં- રડતાં રાજુ શ્રીવાસ્તવને યાદ કર્યા હતા. એ પ્રાર્થનાસભામાં જૉની લીવર, કપિલ શર્મા, ભારતી સિંહ, નીલ નીતિન મુકેશ, કે. કે. મેનન, એહસાન કુરેશી અને કિકુ શારદા સહિત અનેક લોકોએ રાજુ શ્રીવાસ્તવને યાદ કર્યા હતા. એ દરમ્યાન શિખા શ્રીવાસ્તવે કહ્યું કે ‘કહેવા માટે હવે કંઈ બચ્યું નથી. મારી તો લાઇફ જ ચાલી ગઈ છે. દરેકે તેમના માટે પ્રાર્થના કરી, ડૉક્ટર્સે બનતા બધા પ્રયાસ કર્યા. તેમણે બધાને હસાવ્યા અને મને પૂરી ખાતરી છે કે સ્વર્ગમાં પણ તે સૌને હસાવતા હશે. તેમના આત્માને શાંતિ મળે. તેમના ફ્રેન્ડ્સે અમને ખૂબ સપોર્ટ આપ્યો છે. થૅન્ક યુ.’