15 May, 2024 06:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘પુષ્પા ઇમ્પૉસિબલ’
સોની સબ પર આવતી ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં પુષ્પાનું પાત્ર ભજવતી કરુણા પાન્ડે એક બાળકનો જીવ બચાવવા માટે જમીન-આસમાન એક કરતી જોવા મળશે. પુષ્પા અને જુગલનું પાત્ર ભજવનાર અંશુલ ત્રિવેદી એક સ્પેશ્યલ ડૉક્ટરની શોધમાં હોય છે. આ બાળકના ઑપરેશન માટે ન્યુરોસર્જ્યનની જરૂર હોય છે, જે એક રૅર ટ્યુમરનું ઑપરેશન કરી શકે. પુષ્પા અને જુગલને એ માટે ડૉક્ટર જય કામત મળે છે. એ પાત્ર મેહુલ કજારિયા ભજવી રહ્યો છે. જોકે ડૉક્ટર જયે પ્રૅક્ટિસ છોડી દીધી હતી. ડૉક્ટર જય તેના મેન્ટરની સર્જરી કરતો હોય છે. તેને પણ એ જ ટ્યુમર થયું હોય છે અને એના ઇલાજ માટે પુષ્પા ડૉક્ટરને શોધતી હોય છે. જોકે જય તેના મેન્ટરને બચાવી શક્યો ન હોવાથી પ્રૅક્ટિસ છોડી દે છે. એ માટે પુષ્પા તેને ફરી પ્રૅક્ટિસ શરૂ કરવા માટે મનાવે છે, જેથી બાળકનો જીવ બચાવી શકાય. એમાં તે સફળ રહે છે કે નહીં એ જોવું રહ્યું.