08 November, 2019 11:40 AM IST | Mumbai
સોની ટીવી પર આવનારી સિરિયલ ‘બેહદ 2’ માટે ચૅનલ ખૂબ ઉત્સાહી છે, જેનો ઉત્સાહ સિરિયલના પ્રમોશનમાં જ દેખાઈ રહ્યો છે. જેનિફર વિન્ગેટના લીડ રોલમાં આવનારી આ સિરિયલ માટે તૈયાર કરવામાં આવેલા પ્રોમો માટે જ પ્રોડક્શન હાઉસે એક કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે. રિયલિટી શોમાં આ સ્તરનું બજેટ ફાળવવામાં આવતું હોય છે પણ સિરિયલ માટે આવું તોતિંગ બજેટ અને એ પણ માત્ર પ્રોમો માટે આપવામાં આવે એવું બનતું નથી હોતું. પણ પહેલી સીઝનની સક્સેસને જોઈને આ બજેટ સૅન્ક્શન કરવામાં આવ્યું છે.
‘બેહદ 2’માં જેનિફર ઉપરાંત આશિષ ચૌધરી અને શિવિન નારંગ પણ છે. ‘બેહદ’ની જ આ સીક્વલ છે, જેમાં બદલાની ભાવનામાં ટળવળતી માયા કેવી રીતે નવેસરથી બદલો લે છે એ વાત દર્શાવવામાં આવી છે. ‘બેહદ 2’ માટે જેનિફર વિન્ગેટને કરીઅરની હાઇએસ્ટ ફી ચૂકવવામાં આવી છે.