10 June, 2020 09:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટાર પ્લસ પર દરરોજ રાતે સાડાઆઠ વાગ્યે આવી રહેલી ‘મહાભારત’ના પ્રોડ્યુસર સિદ્ધાર્થ તિવારીને હજી પણ ભરોસો નથી બેસતો કે ૭ વર્ષ પહેલાં તેમણે બનાવેલી સિરિયલ અત્યારે રીટેલિકાસ્ટ થઈ રહી છે. સિર્દ્ધાથ તિવારી જ નહીં, ‘મહાભારત’ સાથે જોડાયેલા કોઈને એ વાતનો ભરોસો નહોતો કે આ સિરિયલ ફરી ઑનઍર આવે. સિર્દ્ધાથ કહે છે, ‘રીટેલિકાસ્ટ એવું જ કામ થતું હોય જે માઇલસ્ટોન બન્યું હોય. અમારે માટે પ્રાઉડની વાત છે કે અમે ‘મહાભારત’ને એ રીતે બનાવી હતી.’
‘મહાભારત’માં અત્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધના શૂટિંગ વખતે કેવી ચીવટ રાખવી પડતી હતી એ પણ સિર્દ્ધાથકુમાર તિવારીને હજી યાદ છે. ભૂલથી પણ કોઈ આધુનિક ચીજ દેખાઈ ન જાય એને માટેની ચીવટ શૂટિંગ વખતે અને એ પછી એડિટિંગ-ટેબલ પર પણ રાખવી પડતી.