05 February, 2021 12:24 PM IST | Rajkot | Mumbai correspondent
ઑડિશન આપે તો ક્યારેય સિલેક્ટ નથી થતી પૂજા સિંહ
દંગલ ચૅનલના શો ‘અય મેરે હમસફર’માં દિવ્યા કોઠારીના રોલમાં જોવા મળતી પંજાબી પૂજા સિંહ અનેક સુપરહિટ સિરિયલોમાં લીડ કૅરૅક્ટર કરી ચૂકી છે, પણ પૂજાની તકદીરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જે રોલ માટે ઑડિશન આપે છે એને માટે તે પસંદ જ નથી થતી. પૂજા પોતે પણ હસતાં-હસતાં આ વાત સ્વીકારે છે. પૂજા કહે છે, ‘અત્યારે પણ ‘અય મેરે હમસફર’માં પણ મને સીધો ફોન આવ્યો અને મેં કૅરૅક્ટર સાઇન કર્યું અને ‘દિયા ઔર બાતી હમ’ કે પછી ‘શક્તિ’માં પણ એવું જ થયું હતું. હું ઑડિશન આપું તો રિજેક્ટ જ થાઉં છું એવો મારો અત્યાર સુધીનો એક્સ્પીરિયન્સ રહ્યો છે.’
પૂજાએ ૮થી વધુ સિરિયલ કરી છે. એ આઠેઆઠ સિરિયલમાં એવું જ બન્યું છે કે તેને સીધો ફોન આવ્યો હોય અને તેણે એ રોલ કર્યો હોય. સામા પક્ષે પૂજાએ ૪ સિરિયલમાં ઑડિશન આપ્યું હતું, પણ એ સિરિયલમાંથી કોઈ જવાબ નથી આવ્યો. પૂજા કહે છે, ‘વાત વિચિત્ર ભલે લાગે, પણ એ સાચું છે.’