દૃષ્ટિ ધામી પહેલી વાર મમ્મી બનવાની છે, શૅર કરી બેબી-શાવરની તસવીરો

02 September, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દૃષ્ટિએ ૨૦૧૫ની ૨૧ ફેબ્રુઆરીએ બિઝનેસમૅન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યાં હતાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ગુજરાતી ઍક્ટ્રેસ દૃષ્ટિ ધામી પહેલી વાર મમ્મી બનવા જઈ રહી છે અને તેણે પોતાના બેબી-શાવરની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. દૃષ્ટિએ ૨૦૧૫ની ૨૧ ફેબ્રુઆરીએ બિઝનેસમૅન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યાં હતાં.

૪૦ વર્ષની દૃષ્ટિ છેલ્લે ગયા વર્ષે વેબ-સિરીઝ ‘દુરંગા’માં દેખાઈ હતી. દૃષ્ટિએ શરૂઆત મૉડલિંગ અને મ્યુઝિક-વિડિયોથી કરી હતી અને પછી ૨૦૦૭માં તે ટીવી-સિરિયલ ‘દિલ મિલ ગએ’થી અભિનયક્ષેત્રે પ્રવેશી હતી. આ સિરિયલમાં તેણે ડૉ. મુસ્કાન ચઢ્ઢાનો રોલ કર્યો હતો. દૃષ્ટિએ ‘ગીત-હુઈ સબસે પરાઈ’, ‘મધુબાલા-એક ઇશ્ક એક જુનૂન’, ‘એક થા રાજા એક થી રાની’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે અને ૨૦૧૩માં તે ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં વિજેતા બની હતી.

drashti dhami entertainment news indian television television news