midday

બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીના ભાઈનું કોરોનાને કારણે નિધન, ભાવુક થઈ અભિનેત્રી

04 May, 2021 07:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટ્રેસ નિક્કી તંબોલીએ પોતાના ભાઇને ગુમાવી દીધો છે. ભાઇનું નિધન કોરોના વાયરસને કારણે થયું છે. આની માહિતી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. નિક્કીએ ભાઈના ફોટોઝ સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે.
નિક્કી તંબોલી (ફાઇલ ફોટો)

નિક્કી તંબોલી (ફાઇલ ફોટો)

ટેલીવિઝન રિયાલિટી શૉ `બિગબૉસ 14` દ્વારા ચર્ચામાં છવાયેલી અભિનેત્રી નિક્કી તંબોલીએ પોતાના ભાઇને ગુમાવ્યો છે. ભાઇનું નિધન કોરોના વાયરસને કારણે થયું છે. આની માહિતી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. નિક્કીએ ભાઈના ફોટોઝ સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. જણાવવાનું કે થોડાક દિવસો પહેલા જ નિક્કી તંબોલીએ ભાઇના સ્વાસ્થ્ય માટે અને જલ્દી સાજો થઈને ઘરો આવવા માટે પૂજા કરાવી હતી.

નિક્કીએ લખી ઇમોશનલ પોસ્ટ
નિક્કી તંબોલીએ ભાઇ સાથે પોતાની તસવીર શૅર કરવાની સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. તેણે લખ્યું, "અમારામાંથી કોઇ નહોતું જાણતું કે ભગવાન આદે સવારે તારું નામ લેશે. જીવનમાં અમે તને ઘણો પ્રેમ કર્યો, મૃત્યુ પછી પણ કરતા રહેશું. તને ગુમાવ્યા પછી અમારું દિલ તૂટી ગયું છે. તું એકલો નથી ગયો, પોતાની સાથે અમારો પણ એક ભાગ લઈને ગયો છે. જે દિવસે ભગવાને તને અમારા ઘરે મોકલ્યો, તે અમારી માટે સ્મૃતિઓ છોડી."

નિક્કીએ લખ્યું કે તારો પ્રેમ હજી પણ અમને ગાઇડ કરશે. અમે તને નહીં જોઇ શકીએ, પણ અમને ખબર છે કે તું હંમેશાં અમારી સાથે ઊભો રહીશ. અમારા પરિવારની ચેન તૂટી ગઈ છે, કંઇપણ પહેલા જેવું નથી લાગી રહ્યું. જ્યારે ભગવાન એક-એક કરીને આપણને બધાને બોલાવશે તો ત્યાં આપણે આપણી ચેઇન ફરી બનાવશું.

નિક્કીએ આગળ લખ્યું, "તે તો અમને છેલ્લું ફેરવેલ આપવાની પણ તક ન આપી. ગુડબાય સુદ્ધા કહેવા ન દીધું. તું ચાલ્યો ગયો, જ્યારે સુધી અમને ખબર પડી શકે. ફક્ત ભગવાન જ જાણે છે કેમ. તને અમે મિલિયન્સ ટાઇમ્સ મિસ કરીશું, તારી માટે રડીશું. કાશ, ફક્ત પ્રેમ તને બચાવી શક્યું હોત તો તું અમને છોડીને આ રીતે ન ગયો હોત. આપણે ક્યારેક ફરી મળશું. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે તને મારો ભાઈ બનાવ્યો. જ્યારે તું આ ધરતી પર હતો. તું હંમેશાં મારી પ્રાર્થનાઓમાં અને મનમાં રહીશ. ભગવાન તારી આત્માને શાંતિ આપે. દાદા, હું તમને ખૂબ જ મિસ કરીશ."

coronavirus nikki tamboli bigg boss 14 Bigg Boss television news entertainment news covid19