02 September, 2022 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિ મોહન
નીતિ મોહન હવે શંકર મહાદેવન અને અનુ મલિક સાથે મળીને ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને જજ કરશે. આ શોની હવે નવમી સીઝન આવી રહી છે. આ શોમાં સૌથી પહેલાં શંકર મહાદેવનને પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનુ મલિક અને હવે નીતિ મોહનને સાઇન કરવામાં આવ્યાં છે. આ વિશે નીતિ મોહને કહ્યું હતું કે ‘આપણા દેશના સુપર ટૅલન્ટેડ લિટલ ચૅમ્પિયન્સને મળવા માટે હું ખૂબ જ આતુર છું. તેઓ ખૂબ જ નાની ઉંમરથી તેમની ટૅલન્ટ દ્વારા લોકોને એન્ટરટેઇન કરે છે. મને બાળકો ખૂબ જ પસંદ છે. હું દરેક બાળકની ટૅલન્ટને બહાર લાવવા માટે તેમને પ્રોત્સાહિત કરીશ. ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ બાળકોને એક લાઇફટાઇમ એક્સ્પીરિયન્સ આપશે. શંકરજી અને અનુજી સાથે જજ પૅનલ શૅર કરવા માટે હું ઉત્સાહિત છું.’