15 April, 2023 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંવદા કાન્ત
‘વો તો હૈ અલબેલા’માં ચમન બહારનો રોલ કરનાર પ્રિયંવદા કાન્તનું કહેવું છે કે તેને જોઈને લાગશે નહીં કે તે ઑન-સ્ક્રીન નેગેિટવ કૅરૅક્ટર ભજવી રહી છે. આ શો સ્ટાર ભારત પર ટેલિકાસ્ટ થાય છે. અગાઉ પ્રિયંવદાએ ‘બૈરી પિયા’, ‘સસુરાલ સિમર કા’, ‘સબકી લાડલી બેબો’, ‘તેનાલી રામ’ અને ‘તેરા મેરા સાથ રહે’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. ‘વો તો હૈ અલબેલા’માં પોતાના રોલ વિશે પ્રિયંવદાએ કહ્યું કે ‘ચમન બહાર એવું પાત્ર નથી કે જેને તમે દરરોજ જોઈ શકો છો. એનું કૅરૅક્ટર દુષ્ટ છે અને સૌ એના અંદાજ સાથે પોતાને રિલેટ કરી શકે છે. એના ઇરાદાઓ ખરાબ હોવા છતાં પણ એ ખુશનુમા વાતાવરણ રાખે છે. એથી તમને અંદાજ નહીં આવે કે ચમન બહાર નેગેટિવ કૅરૅક્ટર છે. ચમન બહારનો રોલ કરવો એ મારી પસંદ હતી, કારણ કે એ ચોક્કસ પ્રકારની વિલન નથી કે જેને જોવી ન ગમે. મને ફૅન્સ અને ફ્રેન્ડ્સના ઘણાબધા લેટર્સ આવે છે જેમાં તેઓ લખે છે કે તેમને ચમન બહારને જોવી ગમે છે. એથી મને ખુશી થાય છે. આ રોલ ભજવવો આનંદદાયક છે પરંતુ સાથે જ એ અઘરું પણ છે, કારણ કે આવાં જટીલ પાત્ર ભજવવા માટે તમારે વિવિધ ઇમોશન્સ દેખાડવાં પડે છે.’