આવતી કાલે ‘કૌન બનેગા કરોડપતિ’માં મનુ ભાકર, મમ્મીને પોતાની સૌથી મોટી પ્રેરણા ગણાવીને કહે છે...

04 September, 2024 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘જીત કા જશ્ન’ નામના આ એપિસોડમાં મનુની સાથે અમન સેહરાવત પણ હશે

‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન સાથે મનુ ભાકર અને અમન સેહરાવત.

પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર આવતી કાલે ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળશે. ‘જીત કા જશ્ન’ નામના આ એપિસોડમાં મનુની સાથે અમન સેહરાવત પણ હશે, જેણે રેસલિંગમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ શોમાં અમિતાભ બચ્ચન સામે હૉટ સીટ પર બેસીને મનુએ કહ્યું હતું કે ‘મારી મમ્મી મારી સૌથી મોટી પ્રેરણા છે. તેણે હંમેશાં ઍથ્લીટ બનવાનું સપનું જોયું હતું, પણ એ સપનું સાકાર કરવા માટેના રિસોર્સિસ અને સપોર્ટ તેની પાસે નહોતા. એક ઍથ્લીટ તરીકે તે કયા સ્તર સુધી પહોંચી શકે એની જોકે મમ્મીને કલ્પના નહોતી, પણ તે સ્પોર્ટ્‍સમાં બહુ સારી હતી. તેણે હંમેશાં મારા રસના વિષયોમાં આગળ વધવાની મને સ્વતંત્રતા આપી હતી. મને ક્યારેક ડર લાગતો ત્યારે પણ તે મને એમ કહીને મોટિવેટ કરતી કે ચિંતા નહીં કર, બસ રમ્યા કર. એક રીતે આજે હું જ્યાં છું ત્યાં મને પહોંચતી જોવાનું તેનું પણ સપનું હતું. તેનો જબરદસ્ત સપોર્ટ મારા માટે પ્રેરણારૂપ રહ્યો છે. હું માનું છું કે જ્યારે એક મમ્મી સ્ટ્રૉન્ગ હોય છે ત્યારે દીકરી ચોક્કસપણે સ્ટ્રૉન્ગ હોય છે.’

kaun banega crorepati television news indian television manu bhaker paris olympics 2024 amitabh bachchan