31 August, 2020 08:00 PM IST | Mumbai
મંદાના કરીમી
BIGG BOSS 9 ની કંટેસ્ટેંટ મંદાના કરીમી (Mandana Karimi) સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતી હતી. પરંતુ હાલમાં જ મંદાના કરીમીએ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે પોતાના ફોલોઅર્સ ઉપર ગુસ્સો દર્શાવ્યો છે.
થોડાક સમય પહેલા મંદાનાએ ફક્ત એક ટુવાલ પહેરીને અમૂક ફોટોઝ શૅર કર્યા હતા, તે પછી તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. આથી હાલમાં જ અપલોડ કરેલા વીડિયોમાં મંદનાએ કહ્યું કે, કઈ રીતે તેને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.
એક ઈન્ટરવ્યૂમાં મંદાનાએ કહ્યું હતું કે, તે મુસ્લિમ અને ઈરાની છે એટલે તેને ટાર્ગેટ કરવામાં આવે છે. બિગ બૉસમાં મંદાના લાઈમ લાઈટમાં આવી હતી. તે પહેલા તે મ્યુઝીક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે. સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા બાદ મંદાનાએ દરેક બોલ્ડ ફૉટોઝને ડિલિટ કરી અને ઈન્સ્ટાગ્રામમાં પણ અકાઉન્ટ ડિલીટ કરવાની તૈયારી બતાવી છે.
થોડા વખત પહેલા અફવા ઉડી હતી કે મંદાના કોવિડ-19 પૉઝિટિવ છે. જોકે આ બાબતે સ્પષ્ટતા આપવા તેણે લાઈવ વીડિયો ઓર્ગેનાઈઝ કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે ઘરમાં સાફસફાઈ કરતા તેને આંખમાં ઈન્ફેક્શન થયું હતું. હાથમાં જે કેમિકલ હતું તે હાથે જ આંખને સ્પર્શ થતા તકલીફ થઈ હતી.