12 November, 2022 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનવ ગોહિલ
ઝીટીવી પર આવતા ‘મૈં હૂં અપરાજિતા’માં લીડ રોલ કરનાર માનવ ગોહિલે સેટ પરના મેકઅપ રૂમમાં થોડા ફેરફાર કરીને એને ઘર જેવો આરામદાયક બનાવી દીધો છે. દરરોજ સાંજે સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થનારી આ સિરિયલ ‘મૈં હૂં અપરાજિતા’માં તેની સાથે શ્વેતા તિવારી અને શ્વેતા ગુલાટી પણ જોવા મળે છે. મેકઅપ રૂમના ટ્રાન્સફૉર્મેશન વિશે માનવ ગોહિલે કહ્યું કે ‘દરેક ઍક્ટર માટે સેટ પરનો મેકઅપ રૂમ અગત્યનો ભાગ ભજવે છે. મેં જ્યારથી એનું ટ્રાન્સફૉર્મેશન કર્યું છે ત્યારથી મારો મેકઅપ રૂમ ખૂબ ગમવા લાગ્યો છે. હવે મને એ મારા સેકન્ડ હોમ જેવું લાગે છે. એક એવું સ્થાન જ્યાં મને દરરોજ આરામદાયક લાગે છે. હોમ અવે ફ્રૉમ હોમ. આ મેકઅપ રૂમને રીવૅમ્પ કરતાં મેં આરામદાયક ચૅર રાખી છે, જેમાં નિરાંત મળે છે. બુકશેલ્ફ કે જેમાં ઘણીબધી નૉવેલ્સ વાંચવા માટે રાખી છે, ડમ્બેલ્સ અને પ્રેરણાદાયી સૂત્રોની તકતી છે જે મને દરરોજ સવારે સકારાત્મક ઊર્જા આપે છે. દરેક ઍક્ટરની જેમ મારો દિવસ પણ તૈયાર થવાથી શરૂ થાય છે અને મોટા ભાગનો સમય મેકઅપ રૂમમાં પસાર થાય છે, જેમાં હું મારા સીન્સનું રિહર્સલ કરું છું. એથી આ રૂમને હું આરામદાયક બનાવવા માગતો હતો.’