19 December, 2022 06:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મોહિત રૈના
ફેમસ ટીવી એક્ટર મોહિત રૈના(Mohit Raina) નાના પડદાના લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે. આ દિવસોમાં તે પોતાના અંગત જીવનને લઈને હેડલાઈન્સમાં છે. સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મોહિત રૈનાના લગ્નમાં સમસ્યા છે. આ અફવાઓને મોહિત રૈનાએ વેગ આપ્યો છે, કારણ કે તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેના લગ્નની તસવીરો ડિલીટ કરી દીધી છે.
મોહિતે આ વર્ષે લગ્ન કર્યા હતા
મોહિત રૈનાએ 1 જાન્યુઆરી 2022 ના રોજ ગ્લેમર વર્લ્ડથી દૂર અદિતિ શર્મા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા. મોહિત રૈના અને અદિતિ એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા. આ દંપતીએ જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા અને અભિનેતાએ તેના લગ્નના ફોટા શેર કરીને તેની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:Year Ender 2022: આ વર્ષે આ સેલેબ્સે કર્યાં લગ્ન, જુઓ તસવીરોમાં એક ઝલક
મોહિત રૈનાએ લગ્નના ફોટા ડિલીટ કર્યા
જો કે મોહિત તેની લવ લાઈફને ખાનગી રાખે છે, પરંતુ તેના લગ્નની તસવીરો ડિલીટ કરવાની વાત લોકો પચાવી શકતા નથી. એટલું જ નહીં, બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો પણ નથી કરી રહ્યા. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે દંપતીના લગ્ન જીવનમાં સમસ્યાઓ છે. લોકો તેનું સત્ય જાણવા ઉત્સુક છે. જો કે અત્યાર સુધી અભિનેતાએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો: 25 વર્ષ બાદ જેમ્સ કેમરોનનો Titanicને લઈ ખુલાસો, ક્લાઈમેક્સ પર કહી આ વાત
મોહિત રૈનાની અભિનય કારકિર્દી
મોહિત રૈના `દેવોં કે દેવ... મહાદેવ`થી લોકપ્રિય બન્યા છે. આ દિવસોમાં તે વેબ સિરીઝમાં ધમાલ મચાવી રહ્યા છે. તેણે ખરેખર `ભૌકાલ` સિરીઝમાં ધમાલ મચાવી હતી. તેમની વેબ સિરીઝ `મુંબઈ ડાયરીઝ 26/11`ને પણ `ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2022` માટે નોમિનેટ કરવામાં આવી છે. આ સિવાય તે `એ વાયરલ વેડિંગ` અને `કાફિર`માં પણ જોવા મળ્યા છે. તે છેલ્લે `શિદ્દત` ફિલ્મમાં જોવા મળ્યા હતા. એકંદરે, મોહિત રૈના ટીવી, ઓટીટી અને બોલિવૂડમાં ધમાલ મચાવી રહ્યા છે.