આ ફિલ્મમાં પાણીના અંદર રોમાન્સ કરી ચૂક્યા છે રામાયણના 'લક્ષ્મણ', જુઓ

29 April, 2020 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મમાં પાણીના અંદર રોમાન્સ કરી ચૂક્યા છે રામાયણના 'લક્ષ્મણ', જુઓ

સુનીલ લહેરી અને અનુરાધા

દેશભરમાં થયેલા લૉકડાઉનના ચાલતા દૂરદર્શને લોકોનું મનોરંજન કરવા ફરીથી સૌથી પ્રખ્યાત રામાનંદ સાગરની રામાયણ સીરિયલનું ફરીથી પ્રસારણ કર્યું છે. રામાયણ શરૂ થતા જ સીરિયલના બધા પાત્રો ચર્ચાનો વિષય બની ગયા છે, જે કેટલા વર્ષોથી લાઈમલાઈટથી દૂર થઈ ગયા હતા. ફરીથી રામ, સીતા, લક્ષ્મણ, રાવણ અને હનુમાનનું નામ ચારેતરફ ગુંજી રહ્યું છે. સાથે શૉની સ્ટારકાસ્ટ સોશિયલ મીડિયા પર પોતાની જૂની યાદ તાજા કરીને તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતા રહે છે.

હાલ શૉમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીના ચર્ચા ઘણા જોવા મળી રહ્યા છે અને તેઓ સોશિયલ મીડિયા પણ એક્ટિવ થઈ ગયા છે. આજકાલ સુનીલ લહરી સોશિયલ મીડિયા પર પોતાની અને જૂના દિવસોની થ્રો-બેક તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતા જોવા મળી રહ્યા છે તો ક્યારે તેઓ પોતાની ફિલ્મોની તસવીરો શૅર કરતા જોવા મળ્યાછે. હાલમાં જ સુનીલે એક તસવીર પોસ્ટ કરી છે.

સુનીલે જે તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે એ તસવીરમાં તે અભિનેત્રી અનુરાધા સાથે દેખાઈ રહી હતી. આ તસવીર 1985માં આવેલી ફિલ્મ 'ફિર આએ બરસાત'ના સેટની છે. તસવીરને શૅર કરતા સુનીલે કેપ્શન લખ્યું છે, ફિલ્મ 'ફિર આએ બરસાત'થી એક રોમાન્ટિક પોસ્ટ શૅર રહી રહ્યો છું. એમાં અમે એક અન્ડરવૉટર રોમાન્ટિક સીન કરી રહ્યા હતા.

આ પણ જુઓ: Happy Birthday: 'સીતા'એ માત્ર સ્ક્રીન નહીં, રાજકારણમાં પણ બનાવ્યું હતું કરિયર

અનુરાધાની સાથે સુનીલ લહેરીની આ તસવીરને ફૅન્સ ઘણી પસંદ કરી રહી છે. એમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. આ તસવીર બન્નેની મલ્ટીસ્ટારર ફિલ્મ 'ફિર આએ બરસાત'ની છે. આ ફિલ્મમાં સુનીલ લહરી સિવાય દિગ્ગજ અભિનેતા હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, અશોક કુમાર, સઈદ જાફરી અને પેન્ટલ પણ હતા. ફિલ્મમાં સુનીલ સાથે અભિનેત્રી અનુરાધા પટોલ પણ હતી. આ ફિલ્મમાં બન્નેને અન્ડરવૉટરમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા.

ramayan television news tv show entertainment news