23 November, 2022 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુશાગ્ર નૌટિયાલે કેમ મહિલાનું રૂપ ધારણ કર્યું?
‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી રહેલો કુશાગ્ર નૌટિયાલ હવે મહિલાના રૂપમાં જોવા મળશે. આ શોમાં કુશાગ્ર સિદ્ધાર્થના રોલમાં જોવા મળી રહ્યો છે. શોમાં પ્રાચીનું પાત્ર લગ્નની સંગીત સેરેમનીમાં હાજરી ન આપી શકવાથી દાદીનું પાત્ર ભજવતી સ્મિતા શેટ્ટી સિદ્ધાર્થને સાડી પહેરી પ્રાચીની જગ્યાએ હાજરી આપવાનું કહે છે. આ વિશે વાત કરતાં કુશાગ્રએ કહ્યું કે ‘મેં મારી લાઇફમાં પહેલી વાર સાડી પહેરી છે. મને આ ટ્રૅક વિશે જ્યારે જાણ થઈ ત્યારે મારો ઉત્સાહ વધી ગયો હતો, પરંતુ ડર પણ લાગી રહ્યો હતો. જોકે મેં આ ચૅલેન્જ સ્વીકારીને મારું ૧૦૦ ટકા આપવાના પ્રયત્ન કર્યા હતા. આ શૂટિંગ પહેલાં મેં ‘આન્ટી નંબર ૧’ અને ‘ચાચી ૪૨૦’ જેવી ફિલ્મો જોઈ હતી. સાડી પહેરીને કેવી રીતે ઍક્ટિંગ કરવી એ માટેની પ્રેરણા મને એમાંથી મળી હતી.’