Kunal Kapur Divorce: જાણીતા શેફ કુણાલ કપૂરને પત્નીનાં ત્રાસથી મળ્યો છુટકારો, હાઇકોર્ટે આપ્યો નિર્ણય

03 April, 2024 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kunal Kapur Divorce: કોર્ટે અરજીમાં નોંધ્યું હતું કે શેફ કુણાલની પત્નીનું કુણાલ પ્રત્યેનું વલણ બિલકુલ જ યોગ્ય નહોતું. કુણાલની પત્નીએ જાહેરમાં તેનું અપમાન પણ કર્યું હતું

શેફ કુણાલ કપૂરની ફાઇલ તસવીર

સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર તેને તેની પત્નીનાં છૂટાછેડા (Kunal Kapur Divorce) મળી ગયા છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેની પત્નીની ક્રૂરતાના આધારે તેના છૂટાછેડાની અરજીને મંજૂર કરવામાં આવી હતી. 

શું નોંધ્યું હતું કોર્ટે?

કોર્ટે આ અરજીમાં નોંધ્યું હતું કે શેફ કુણાલની પત્નીનું કુણાલ પ્રત્યેનું વલણ બિલકુલ જ યોગ્ય નહોતું. ટેલતું જ નહીં મળતી માહિતી અનુસાર કુણાલની પત્નીએ જાહેરમાં તેનું અપમાન પણ કર્યું હતું. આ જ બાબતને કોર્ટે ક્રૂરતા (Kunal Kapur Divorce) ગણાવી હતી.

કૂણાલે પોતાની આપવીતી કહી સંભળાવી કોર્ટને

ટેલિવિઝન શો ‘માસ્ટર શેફ’ના જજ કુણાલ કપૂરે કોર્ટને જણાવ્યું હતું કે તેની પત્નીએ કોઈ દિવસ તેના માતા-પિતાનું સન્માન કર્યું નહોતું અને તેઓને અપમાનિત પણ કર્યા હતા. તો બીજી બાજુ કુણાલની પત્નીએ કુણાલ પર આરોપ મૂક્યો હતો કે તે કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને ખોટા આરોપો લગાવી રહ્યો છે. વળી તેણીએ એમ પણ કહ્યું કે મેં હંમેશા તેના સાથે પ્રેમાળ જીવનસાથીની જેમ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને હું તેના પ્રત્યે વફાદાર છું

આ બંને પતિ-પત્નીના કેસને જાણીને શું નિવેદન આપ્યું કોર્ટે?

કોર્ટે આ બાબતે જણાવ્યું હતું કે જ્યારે પણ દંપતીમાંથી કોઈ એક પાર્ટનર આવું ખરાબ વલણ દાખવે છે તો તેની અસર તેમના બંને વચ્ચે રહેલા સંબંધો પર પણ પડે છે. આવી પરિસ્થિતિમાં પછી બંનેને સાથે રહેવા માટે દબાણ પણ ન જ (Kunal Kapur Divorce) કરી શકાય. 

જજની બેન્ચે એમ પણ કહ્યું હતું કે, “બધા જ તથ્યોને ધ્યાનમાં લેતા અમે એ અવલોકન કર્યું છે કે પ્રતિવાદી દ્વારા કોર્ટની નજરમાં અપીલ કરનારને બદનામ કરવા માટે આ માત્ર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આવા બિનસલાહભર્યા દાવાઓ વ્યક્તિની પ્રતિષ્ઠા પર અસર કરે છે અને તેથી તે ક્રૂરતા સમાન છે,"

ફેમિલી કોર્ટે નહોતી સ્વીકારી અરજી, પણ હાઇકોર્ટે સાંભળી લીધું 

દિલ્હી હાઈકોર્ટ પાસે જવાની પહેલા કુણાલે ફેમિલી કોર્ટમાં આ મુદ્દે અરજી કરી હતી. પરંતુ ત્યાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ જ બાબતને ટાંકીને પણ હાઈકોર્ટે કહ્યું હતું કે પત્નીનું વર્તન મેરેજ એક્ટની કલમ 13 (1) હેઠળ આવે છે. ફેમિલી કોર્ટે કુણાલની અરજી ફગાવીને અને તેને છૂટાછેડા (Kunal Kapur Divorce) ન આપીને ભૂલ કરી છે.

આ દંપતી એપ્રિલ 2008માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેટલું જ નહીં વર્ષ 2012માં તેમને ત્યાં એક પુત્રનો પણ જન્મ થયો હતો. પરંતુ મે 2015થી તેઓ અલગ રહેતા હતા અને પુત્ર તેની પત્નીની કસ્ટડીમાં છે. કોર્ટે અવલોકન કર્યું કે કપૂરને તેમના પુત્ર સાથે મળવા અથવા વાત કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

television news indian television chef delhi high court entertainment news