હેમરાજનો રોલ કરવાનું મને અઘરું લાગે છે : ધર્મેશ વ્યાસ

12 February, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કુછ રીત જગત કી ઐસી હૈ’ શોમાં પોતાના આ રોલ વિશે તેણે જણાવ્યું

ધર્મેશ વ્યાસ

‘કુછ રીત જગત કી ઐસી હૈ’ સિરિયલ ૧૯ ફેબ્રુઆરીથી સોની પર શરૂ થવાની છે. એ શો દહેજ પ્રથા વિશે લોકોમાં સજાગતા ફેલાવશે. આ શોમાં હેમરાજના રોલમાં ધર્મેશ વ્યાસ દેખાશે. તેમને લાગે છે કે આ રોલ ભજવવાનું તેમના માટે અઘરું છે. આ શોમાં મીરા દેવસ્થલે નંદિનીના રોલમાં દેખાવાની છે જે દહેજ પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. તેના સસરા હેમરાજ રતનશીના રોલમાં ધર્મેશ વ્યાસ દેખાશે. પોતાના રોલ વિશે ધર્મેશ વ્યાસે કહ્યું કે ‘કેટલાંક પાત્રો તેમના પર ધ્યાન દોરવા માટે બનાવવામાં આવે છે જે દેખાડે છે કે સમાજમાં શું ન થવું જોઈએ. એવું જ પાત્ર હેમરાજનું છે. હું આ પરંપરાના નામે થતા અપરાધની વિરુદ્ધમાં છું. હેમરાજનું પાત્ર ભજવવું મારા માટે એક ચૅલેન્જની સાથે સમાજમાં સજાગતા લાવવા માટેની તક પણ છે, જેના કારણે આવી પ્રથા વિરુદ્ધ ચર્ચા શરૂ થશે. હેમરાજ રતનશી એક બિઝનેસમૅન છે. આ રોલમાં પોતાને ઢાળવા માટે મેં દાઢી વધારી, મારા વાળ સફેદ કર્યા જેથી આ પાત્રને અસરકારક રીતે દેખાડી શકું.’

television news entertainment news