19 September, 2024 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનિતા અહુજા ગોવિંદા અને કૃષ્ણા અભિષેક (ફઈલ તસવીર)
દેશના સૌથી મોટા કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) અનેક સેલેબ્સ આવે છે. જોકે શોમાંનો એક મુખ્ય કલાકાર એટલે કે કૃષ્ણા અભિષેક (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) સૌથી લોકપ્રિય પાત્ર છે. કૃષ્ણાની કીમેડી દરેકને ગમે છે પણ જ્યારે કોઈ એપિસોડમાં તેના મામા એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા અહુજા આવે તે દરમિયાન કૃષ્ણા જોવા મળતો નથી. તાજેતરમાં એ જ બાબતે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો કૃષ્ણાની મામી સુનિતાએ કયો છે.
અભિનેતા કૃષ્ણા અભિષેક અને ગોવિંદાની (Govinda) પત્ની સુનીતા અહુજા વચ્ચેના સંબંધો બહુ સારા નથી તે બાબતે દરેક લોકોને ખબર છે. બન્ને અનેક વખત એકબીજા વિરુદ્ધ નિવેદનો આપવાને કારણે ચર્ચામાં આવ્યા છે. દરમિયાન, સુનીતા અહુજાએ (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ભાણેજ કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા સાથે સારું બોન્ડ શૅર કરતી નથી. એટલા માટે તે કપિલ શર્મા શોમાં નહીં જાય કારણ કે અભિનેતા તે શોનો એક ભાગ છે. સુનિતાના આ નિવેદન પર હવે આ મામલે કૃષ્ણાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
કૃષ્ણા અભિષેકે (Krushna Abhishek) તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું તેમને ખૂબ પ્રેમ કરું છું. મામીએ હંમેશા મને તેના પોતાના બાળકની જેમ મને પ્રેમ કર્યો છે અને મારા માટે ઘણું કર્યું છે. તેને મારાથી ગુસ્સે થવાનો પૂરો અધિકાર છે. હું જાણું છું કે તે બધું ગુસ્સામાં કહે છે. પણ આ કંઈ નથી. હું તેને સ્વીકારીશ, તે મારી મામી છે. એક અહેવાલ મુજબ સુનીતા અહુજાએ (Sunita Ahuja) અનિલના પોડકાસ્ટમાં કપિલ શર્મા શોનો (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) ભાગ ન બનવા બદલ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું, સાંભળો, હું તમને એક વાત કહેવા માગુ છું. હું જૂઠું નહીં બોલીશ, મારું કૃષ્ણા અને કાશ્મીરા સાથે નથી બનતું અને જો. જો તે લોકો તેમાં ન હોત તો મેં શો કર્યો હોત.
ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને તેની પત્ની સુનીતા અહુજા સાથે કૃષ્ણા અભિષેકના સંબંધોમાં ઘણા સમયથી ખટાશ ચાલી રહી છે. જોકે, ચીચી મામા તેના દીકરા યશવર્ધન અહુજા સાથે ભત્રીજી આરતી સિંહના લગ્નમાં (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) પહોંચ્યા હતા. તે પોતાની ભાણેજને આશીર્વાદ આપતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તે કૃષ્ણા અને કાશ્મીરાને (Kashmera Shah) પણ તે પ્રસંગમાં હાજર રહ્યા હતા.