ખિચડી ફેમ બાપુજી ઉર્ફે અનંગ દેસાઈનો આ બે ટેલિપ્લેમાં જોવા મળ્યો અલગ જ અંદાજ

25 December, 2022 10:54 AM IST  |  Mumbai | Nirali Kalani

અનંદ દેસાઈ હવે ઝી થિયેટરના થ્રિલર, રોમાંચ અને રહસ્યથી ભરપુર ટેલિપ્લેમાં જોવા મળશે. જેમાંનુ એક છે `ષડ્યંત્ર` અને બીજુ છે `રાજદર્શન`.

અનંગ દેસાઈ ષડ્યંત્ર ટેલિપ્લેના એક સીન દરમિયાન હિના ખાન સાથે

ખિચડી (Khichdi) ફેમ બાપુજી એટલે કે અનંગ દેસાઈ (Anang Desai) ઘેર ઘેર જાણીતા છે. તેમણે પોતાના અભિનયથી દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડ્યું છે. અનેક નાટકો, સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચુકેલા અનંદ દેસાઈ હવે ઝી થિયેટરના થ્રિલર, રોમાંચ અને રહસ્યથી ભરપુર ટેલિપ્લેમાં પોતાના અભિનયથી દર્શકોને મજા કરાવવા તૈયાર છે. આ સંદભે અભિનેતા અનંગ દેસાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. 

ઝી થિયેટરના બે ટેલિપ્લેમાં ફરીવાર દર્શકોને અનંગ દેસાઈના અભિનયની મજા માણવા મળશે. જેમાંનું એક છે `ષડ્યંત્ર` , આમાં હિના ખાન મુખ્ય ભૂમિકામાં છે અને બીજું છે `રાજદર્શન`. આ બંને ટેલિપ્લે અલગ વિષય પર છે. `ષડ્યંત્ર` એક મર્ડર મિસ્ટ્રી છે અને તેનું દિગ્દર્શન ગણેશ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું પ્રિમિયર થઈ ચુક્યું છે. 

ષડ્યંત્રની વાર્તા વિશે વાત કરતાં અનંગ દેસાઈએ જણાવ્યું હતું, " આ મુળ એક મરાઠી નાટકની સ્ટોરી છે. જે 1970ના દાયકામાં મરાઠીમાં રંગભૂમિ પર ભજવવામાં આવી હતી. હવે તેને ટેલિપ્લેના ફોર્મમાં ઝી થિયેટર દ્વારા રજૂ કરવામાં આવી છે. ખુબ જ રસપ્રદ વાર્તા છે. દર્શકોને અંત સુધી જકડી રાખે તેવી સ્ટોરી છે. જોકે વાર્તાના અંત સુધી ખબર નથી પડતી અસલી મર્ડરર કોણ છે." પોતાના પાત્ર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ ટેલિપ્લે થકી મને અલગ પ્રકારનો રોલ કરવાની તક મળી છે. મારો ગ્રે શેડ રોલ છે. અન્ય પાત્રો કરતાં મારુ પાત્ર જુદુ છે, જે કરવાની મને ખુબ જ મજા આવી છે. મેં પાત્રને બહુ માણ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતી સંસ્કૃતિનો નાના પડદે પણ જલવો, તમને યાદ છે આ ધારાવાહિકો?

જ્યારે કે `રાજદર્શન` બિલકુલ હળવું નાટક છે. એની સ્ટોરી `ષડ્યંત્ર` કરતાં વિપરીત છે. રાજદર્શનની વાર્તા મુળ બંગાળી નાટક પર આધારિત છે. આ ટેલિપ્લેમાં અનંગ દેસાઈ એક રાજાનું પાત્ર ભજવી રહ્યાં છે. તેમજ તે ડબલ ભુમિકા છે. જેથી આ પાત્ર અભિનેતા માટે થોડુ પડકારરૂપ પણ હતું. જોકે અનંગ દેસાઈને આ પાત્ર ભજવવાની ખુબ જ મજા પડી હતી. 

જો વાત `ષડયંત્ર`ની સ્ટોરીની કરીએ તો મલ્હોત્રા કન્સ્ટ્રક્શન કંપનીના માલિક બનવા માટે, એક ભ્રષ્ટ, ચાલાક અને લોભી મેનેજર, રોહન તિવારીએ તેની પત્ની નતાશા મલ્હોત્રા તિવારીની હત્યા કરવાનું નક્કી કરે છે, જે કંપનીના ધનિક માલિક છે. એવામાં પત્ની નતાશાને એક માનસિક દર્દી તરીકે દર્શાવવામાં આવે છે જે આત્મહત્યા કરે છે. ત્યારે એ જોવું રોમાંચક છે ખરેખર તેણીએ આત્મહત્યા કરી છે તેની હત્યા કરવામાં આવી છે. 

television news entertainment news khichdi hina khan